ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે સૌથી વધુ સુરતમાંથી 55,135 કિલો ગૌમાંસ પકડાયું હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું હતું. જ્યારે રાજ્યની પોલીસે કુલ 3462 જેટલાં ગૌવંશ પશુઓને કતલખાને લઇ જતાં અટકાવવામાં આવ્યા છે. આ સાથે જ છેલ્લાં બે વર્ષની વાત કરવામાં આવે તો ગૌવંશની હેરાફેરીમાં પંચમહાલ જિલ્લો અગ્રેસર હોવાનો પણ સામે આવ્યું છે. જેમાં છેલ્લા બે વર્ષમાં પંચમહાલ જિલ્લામાં 674 પકડાયા હોવાની વિગત સરકારે વિધાનસભાગૃહમાં બહાર પાડી હતી.
- અમરેલી 1560
- અરવલ્લી 681
- આણંદ 374
- કચ્છ 880
- ખેડા 1300
- ગાંધીનગર 1505
- ગીરસોમનાથ 1195
- જૂનાગઢ 1610
- ડાંગ 70
- દાહોદ 5934
- નવસારી 1082
- પંચમહાલ 179
- ભરૂચ 2166
- ભાવનગર 1440
- મહીસાગર 150
- મહેસાણા 938
- રાજકોટ 2634
- વડોદરા 1804
- વલસાડ 352
- સાબરકાંઠા 400
- સુરત 55,162
- સુરેન્દ્રનગર 718
આમ છેલ્લા બે વર્ષમાં પકડાયેલ ગૌવંશની 3462 આંકડો હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું હતું.