સંઘ પ્રદેશ દીવ તેનો 59મોં સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. 2 દિવસ સાંસ્કૃતિક અને કલ્ચર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીવના સ્થાનિક લોકોની સાથે અહીં આવતા પ્રવાસીઓ પણ તેનો લાહ્વો માણસે 2 દિવસ સુધી દીવના વિવિધ વિસ્તારોમાં અનેક વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે મુક્તિ દિવસને લઈને ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીં દીવ કલેકટર દ્વારા પરેડની સલામી ઝીલવામાં આવી હતી, ત્યારબાદ દીવની મુક્તિને લઈને લડત ચલાવનાર સ્વાતંત્ર સેનાનીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દીવના વિવિધ સ્થળો પર રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 2 દિવસ સુધી સંઘ પ્રદેશ દીવમાં ધાર્મિક સાંસ્કૃતિક અને ક્લચર કાર્યક્રમનું પણ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.