ETV Bharat / state

રાષ્ટ્રપતિએ દીવના ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા, મલાલા ઓડિટોરિયમ ખાતે યોજનાઓનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કર્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ શનિવારે અટેલે કે દિવના પ્રવાસના બીજા દિવસે સવારે સંઘ પ્રદેશના અતિ પૌરાણિક મંદિર ગંગેશ્વર મહાદેવ મંદિરે કૂદમ ખાતે દર્શન અને પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતા. તેમજ મલાલા ખાતે આવેલા ઓડિટોરિયમ ખાતે અનેક વિધિ યોજનાઓનું ખાત મુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
author img

By

Published : Dec 26, 2020, 9:20 PM IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના 3 દિવસીય પ્રવાસે
  • રામનાથ કોવિંદએ ગંગેશ્વર મહાદેવની કરી પૂજા
  • સ્કંધપુરાણમાં પણ ગંગેશ્વર મહાદેવના ઉલ્લેખ

દીવઃ સંઘપ્રદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પરિવાર સાથે ત્રણ દિવસના પ્રવાસે છે. ત્યારે પ્રથમ દિવસે દિવમાં જલંધર બીચ ખાતે સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ શનિવારે દિવના પ્રાચીન ગંગેશ્વર મહામદેવના મંદિર ખાતે પૂજા અર્ચના કરવા પરિવાર સાથે આવ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

મંદિરને ગંગા સ્વરુપ નામ પાંડવોએ આપ્યુ

મહાદેવને ગંગા સ્વરૂપ નામ પાંડવો દ્વારા આપવામાં આવ્યું હોવાનું પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. સ્કંધપુરાણમાં પણ ગંગેશ્વર મહાદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં આવતા દર્શનાર્થીઓ ગંગેશ્વર મહાદેવની પૂજા મુક્ત મને કરે છે. દીવ ફરવા આવતા પ્રવાસીઓ અહી આવીને ભક્તિમય માહોલમાં ખોવાઈ જાય છે. ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આખું વર્ષ માનવ મહેરામણ ઉમટી મહાદેવના દર્શન કરીને ભાવ વિભોર થાય છે.

રાષ્ટ્રપતિએ દીવના ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી

શનિવારે ગંગેશ્વર મહાદેવની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પૂજા અર્ચના બાદ પ્રાચીન અને ઐતિહાસિક ગંગેશ્વર મહાદેવના ઈતિહાસ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. સાથે કહ્યું હતું કે, ગંગેશ્વર મહાદેવનો ઇતિહાસ બહુ પૌરાણિક છે. કહેવાય છે કે, ગંગેશ્વર મહાદેવનું મંદિર પાંડવોએ બંધાવ્યું હતું. અહીં ગંગેશ્વર મંદિરમાં પાંચ શિવલિંગની પાંડવોએ સ્થાપના કરી હતી. તેમજ પર્યાવરણની જાળવણીને લઈ દીવ પ્રસાશનની કામગીરથી પ્રભાવિત થઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખુશી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.