ભાજપના દમણ-દીવના બે ટર્મના સાંસદ લાલુભાઈ પટેલને ત્રીજી ટર્મ માટે ટિકિટ મળી છે. જેને લઇને કોળી સમાજના યુવાનો અને રાજસ્થાન મિત્ર મંડળે સાંસદ લાલભાઇ પટેલને શુભેચ્છા પાઠવી છે.
મહત્વનું છે કે લાલુભાઇ પટેલ દમણ-દીવ બેઠક પરથી સતત બે વખત ચૂંટાઇ આવ્યા છે. તેમની સારી કામગીરી અને કોળી સમાજને ધ્યાનમાં રાખીને BJPએ ત્રીજી વખત તેમને પોતાની બેઠક પરથી ટિકિટ આપી છે.