સામાન્ય દિવસોમાં યાત્રાધામ દ્વારકાધિશનાં મંદિરે સવારથી બપોર સુધીમાં બે અને સાંજે પાંચ વાગ્યા પછી ત્રણ ધ્વજા ચઢાવવાનો ઉપક્રમ છે. પરંતુ કુદરતી તોફાનના સમયે તેમાં ફેરફાર કરવામાં આવે છે.તેની પાછળનું કારણ સલામતી છે. હાલમાં વાયુ વાવાઝોડાથી ગુજરાતનો કાંઠો પ્રત્યક્ષ રીતે પ્રભાવીત નથી થયો. પરંતુ તેની અસરો સંપુર્ણ સૌરાષ્ટ્રમાં થઈ રહી છે. જેથી જિલ્લા કલેક્ટરે ધજાને અડધી કાઠીએ ચઢાવવાની સુચના આપી હતી. હાલમાં જે ધજા હતી તેને ઉતારવાના બદલે તેની નીચે જ બીજી ધજા ચઢાવવામાં આવી હતી. જેના કારણે મંદીરના ગુંબજ પર એક સાથે બે ધજા ફરકતી જોવા મળી હતી.
બીજી બાજુ બે ધજા ફરકાવવા પાછળ ધાર્મિક મહત્વ પણ રહેલુ છે. એવી માન્યતા છે કે જ્યારે પણ બે ધજા ફરકાવવામાં આવે ત્યારે સામે આવેલુ સંકટ ટળી જાય છે અથવા તો તેની અસર નબળી પડે છે.