દ્વારકા નજીકના રૂપલ બંદરે અનેક માછીમાર પરિવાર રહે છે ત્યારે ઇદના તહેવારની ઉજવણી બાદ એક પરિવાર ખરીદી માટે દ્વારકા શહેરમાં આવ્યો ત્યારે દ્વારકાના ત્રણ બતી ચોક વિસ્તાર પાસે કૌટુંબિક માથાકૂટને કારણે યુવાનો અને મહિલાઓ વચ્ચે હાથાપાઈ થઇ તે દરમિયાન એક યુવાનને અન્ય યુવાનને માથાના ભાગે છરી મારતા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
તેમજ એક મહિલાને હાથના ભાગે ઈજા થતાં બન્નેને દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. હુમલાના સમાચાર મળતા દ્વારકા પોલીસ દ્વારકાની સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. તેમજ ફરિયાદીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.