દેવભૂમિ દ્વારકા : હોળીના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પર્વને લઈને શ્રદ્ધાળુઓની ભારે (Holi Festival 2022) ભીડ હોય છે. તેને લઈને હોળી અને ફુલડોલ ઉત્સવના દર્શન (Time to visit Dwarkadhish) દરમિયાન દ્વારકાધીશના દર્શનના સમયમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad Holi Festival 2022 : ચાઇનીઝ પિચકારી નહીં પણ સ્વદેશી પિચકારી બની આકર્ષણનું કેન્દ્ર
સમયમાં ફેરફાર - હોળીના પાવન પર્વે મંગલા આરતી (Mangala Aarti of Dwarkadhish) સવારે 6 વાગ્યે હતી. તો સવારે 6 થી બપોરે 1 સુધી નિત્યક્રમ મુજબ દર્શન બરકરાર રહેશે. ત્યારબાદ બપોરે 1 થી 5 સુધી મંદિર બંધ રહેશે. તો સાંજના દર્શન 5 થી નિત્યક્રમ મુજબ ચાલુ રહેશે. આ ઉપરાંત 18મી ના દિવસે ફુલડોલ મહોત્સવ (Holi Festival in Dwarka) ઉજવાશે. જેમાં લાખો શ્રદ્ધાળુઓ હાજર રહેશે. ત્યારે ફુલડોલના પાવન પર્વે મંગળા આરતી સવારે 6 વાગ્યે રહેશે. તો સવારે 6 થી બપોરે 1 સુધી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે.
સમય પત્રક
- 1 થી 1:30 સુધી અનોસર બંધ રાખવામાં આવશે.
- 1:30 વાગ્યે ખાસ ઉત્સવ અને આરતી કરવામાં આવશે.
- 1:30 થી 3:30 ફુલડોલ ઉત્સવ દર્શન કરવામાં આવશે
- 3:30 થી 5 સુધી અનોસર બંધ રહેશે
- 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે.
આ પણ વાંચો : Crowd of devotees in Dwarka: અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુદામા સેતુ પૂલ ભક્તો માટે કરાયો બંધ
આમ, દેવભૂમિ દ્વારકા જગતમંદિરે હોળી અને ફુલડોલ મહોત્સવને (Fuldol Festivals Dwarka) લઈને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ માટે દ્વારકાધીશની મંગળા આરતી અને સાંજના કાર્યક્રમ સુધી આ સમય પ્રમાણે રહેશે.