ETV Bharat / state

રાજ્યનાં એકમાત્ર 'બ્લૂ ફ્લેગ બીચ'ને 20 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવશે - gujarat beach updates

ગત વર્ષે ઓક્ટોબર મહિના દરમ્યાન ડેન્માર્કનાં NGO ‘ધ ફાઉન્ડેશન ફોર એનવાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા દેશનાં 8 બીચને ‘બ્લુ ફ્લેગ બીચ’નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં એકમાત્ર શિવરાજપુર બીચનો સમાવેશ થાય છે. સ્વચ્છ અને સુંદર બીચ તરીકે માનવામાં આવતા રાજ્યનાં એકમાત્ર ‘બ્લુ ફ્લેગ બીચ’ શિવરાજપુર ખાતે પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 20 કરોડનાં ખર્ચે પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. 20 જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે.

રાજ્યનાં એકમાત્ર 'બ્લૂ ફ્લેગ બીચ'ને 20 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવશે

author img

By

Published : Jan 19, 2021, 7:06 AM IST

  • ડેન્માર્કનાં એક NGO દ્વારા અપાય છે 'બ્લૂ ફ્લેગ બીચ'નો દરજ્જો
  • 33 મુદ્દાઓની ચકાસણી બાદ શિવરાજપુરને અપાયું હતું સર્ટિફિકેટ
  • 20 જાન્યુઆરીનાં રોજ મુખ્યપ્રધાન પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ખાતમુહર્ત કરશે

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર ખાતેનો દરિયાકિનારોએ સ્વચ્છ, સલામત અને મનોહર છે. ત્યાં કુદરતનાં કુદરતનાં અદભુત સૌંદર્યનો નજારો જોવા મળે છે. ખૂબ સ્વચ્છ પાણી ધરાવતો આ શાંત દરિયાકિનારો ગુજરાતનો એકમાત્ર બીચ છે, જેને વિશ્વ વિખ્યાત 'બ્લૂ ફ્લેગ બીચ'નો દરજ્જો મળ્યો હોય. શિવરાજપુર બીચનો વિકાસ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પર્યટન, પર્યાવરણઅને સલામતીનાં માપદંડોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરણો(બ્લુ ફ્લેગ) અનુસાર તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આગામી 20 જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ખાતમુહર્ત કરશે.

કઈ કઈ સુવિધાઓ ઉભી કરાશે?

શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થતાં ગુજરાતનાં પ્રવાસનને વેગ પ્રાપ્ત થયો છે. જેના કારણે બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત આશરે રૂ. 20 કરોડના ખર્ચે અરાઈવલ પ્લાઝા, ઈન્ટરવેન્શન સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સાઈકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક, ઈલેક્ટ્રીક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક સહિતની સુવિધાઓનું નિર્માણ કરાશે.

કેવી રીતે અપાય છે ‘બ્લુ ફ્લેગ બીચ’ સર્ટિફિકેટ?

બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ વિશ્વનું સૌથી માન્યતા પ્રાપ્ત વોલન્ટરી ઈકો-લેબલ છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવવા માટે વોટર ક્વોલિટી, એન્વાર્યમેન્ટ મેનેજમેન્ટ, એન્વાર્યમેન્ટ એજ્યુકેશન એન્ડ ઈન્ફોર્મેશન, સેફ્ટી એન્ડ સર્વિસ સહિતની મુખ્ય 4 કેટેગરી અંતર્ગત 33 ક્રાઈટેરિયાને ધ્યાનમાં લેવામાં આવે છે. આ સર્ટિફિકેટ ડેન્માર્કનાં એક NGO ‘ધ ફાઉન્ડેશન ફોર એનવાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા આપવામાં આવે છે. તેઓ તમામ ધારાધોરણોની તપાસ કર્યા બાદ જ સર્ટિફિકેટ આપતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.