પ્રાપ્ત વિગતો મુજબ, મહિલા શિક્ષિકા ફરજ બજાવી અને સાંજે ઘર તરફ જતા ત્યારે રીક્ષાની રાહ જોતા હતા તે સમયે દ્વારકા તાલુકાના શામળાસરના દાદુભા કેર અને ધીરાભા માણેક નામના બે યુવાનો નશો કરેલી હાલતમાં મહિલા શિક્ષિકાને બળજબરીપૂર્વક પોતાની બાઈકમાં બેસાડી અને ગાળો દઇ અને જાનથી મારી નાખવાની ધમકી સાથે દુષ્કર્મ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો .
પરંતુ સદનસીબે તે સમયે ત્યાંથી એક અજાણ્યો યુવાન પસાર થતાં તેણે મહિલાને બચાવી હતી. આ ઘટનાની જાણ થતા મહિલાનો પરિવાર પણ દોડી આવ્યો હતો અને મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે એસ્ટ્રોસીટી એક્ટ તેમજ છેડતી કરવા અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવાની ફરિયાદ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના Dysp ખટાણાએ પી.સી. એક્ટ 354, 366 ,323 ,504 ,506( 2) 114 તથા એસ્ટ્રોસીટી એક્ટ કલમ 3, (1)(w),(3)1(w)2 મુજબ ગુનો દાખલ કરી આરોપીની પકડીને તપાસ આગળ હાથ ધરી હતી.