દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ વચ્ચે ખેડૂતના ખેતરોનું પણ ઘોવાણ થઇ ગયુ છે. જેના પગલે જિલ્લાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ખેડૂતોની વ્હારે આવ્યા છે.
ઉલ્લખનિય છે કે રાજ્ય સહિત જિલ્લામાં થોડા સમય પહેલા ભારે માત્રામાં વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કારણ કે ભારે વરસાદને પગલે ખેડૂતોના ખેતરો પાણીમાં ઘોવાઇ ગયા છે અને આ વચ્ચે ખેડૂતોનો મહામુલો પાક પણ ઘોવાઇ ગયો છે. પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકએ ખેડૂતોની મુશ્કેલીઓ અને પ્રશ્નને લઇને મુખ્ય પ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે.