ETV Bharat / state

ઓખા નગરપાલીકા દ્વારા વેરા ઉઘરાણાં અભિયાન હાથ ધરાયું

ઓખા નગરપાલીકા દ્વારા પાલિકા અંતર્ગતના તમામ વિસ્તારોમાં વ્યાપાર વેરા ઉઘરાણાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઓખાના નગરપાલિકા ચીફ વી.સી. રોઠોડની આગેવાનીમાં શહેરના બંદર વિસ્તારમાં ગત તારીખ 1 જાન્યુઆરીથી શરૂ કરાયેલા વેરા ઉધારણાને સાનુકૂળ પ્રતિભાવ મળ્યો હતો.

author img

By

Published : Jan 24, 2021, 3:25 PM IST

ઓખા નગરપાલીકા દ્વારા વેરા ઉઘરાણાં અભિયાન હાથ ધરાયું
ઓખા નગરપાલીકા દ્વારા વેરા ઉઘરાણાં અભિયાન હાથ ધરાયું
  • ઓખા નગરપાલીકામાં વ્યાપાર વેરા ઉઘરાણાં અભિયાન હાથ ધરવામાં આવ્યું
  • 22 દિવસમાં 40 લાખના વેરાના ઉઘરાણા કર્યા!
  • ચીફ ઓફિસરે જાતેથી વેરા ઉધારણા અભિયાન હાથ ધર્યું

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં ઓખા નગરપાલીકા દ્વારા પાલિકા અંતર્ગતના તમામ વિસ્તારોમાં વ્યાપાર વેરા ઉઘરાણાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઓખાના નગરપાલિકા ચીફ વી.સી. રોઠોડની આગેવાનીમાં શહેરના બંદર વિસ્તારમાં ગત તારીખ 1 જાન્યુઆરીથી શરૂ કરાયેલા વેરા ઉધારણાને સાનુકૂળ પ્રતિભાવ મળ્યો હોય તેમ માત્ર 22 દિવસમાં ૪૦ લાખ જેટલી માતબર રકમના ઉધારણા કરવામાં આવ્યાં હતા. ચીફ ઓફિસર રાઠોડ જાતેથી અન્ય સ્ટાફને સાથે રાખી વેરા ઉધારણા અભિયાન હાથ ધર્યું હતું.

વેરો નહિ ચૂકવનારાની મિલકત સીલ કરાઈ

આ સાથે ઓખા નગરપાલિકા દ્વારા ઘરે-ઘરે ઉધારાણા દરમિયાન બંદર વિસ્તારમાં 5 આસામીઓએ વેરા ચૂકવ્યાં નહીં હોવાથી નગપલિકાએ કડક વલણ અપનાવતા તેની મિલકતને સીલ કરી દેવામાં આવી હતી. નગરપાલિકાના આ સ્તુત્ય પગલાને સ્થાનિકોએ આવકારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.