- દ્વારકાધીશ જગતમંદિરમાં રાજાધિરાજને ફૂલોનાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે
- ભગવાનને વક્ષ સ્થળમાં ચંદનનો લેપ લગાવવામાં આવે છે
- ચંદનનો લેપ લગાવી સતત બે માસ સુધી ભગવાનને ભારે વસ્ત્રો અંગીકાર કરાતા નથી
દેવભૂમિ દ્વારકા : રાજ્યભરમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્યો છે, ત્યારે ભગવાન દ્વારકાધીશને ગરમી ન લાગે તે માટે આજે શુક્રવારે અક્ષય તૃતીયાના રોજ ભગવાનને વિશેષ ચંદન વાઘાનો શૃંગાર કરીને અક્ષય તૃતીયાથી લઈને છેક અષાઢ સુદ બીજ સુધી બે માસ દરમિયાન દ્વારકાધીશ જગતમંદિરમાં રાજાધિરાજને ફૂલોનાં વસ્ત્રો બનાવીને લાડ લડાવવામાં આવે છે. ભગવાનને વક્ષ સ્થળમાં ચંદનનો લેપ લગાવી સતત બે માસ સુધી ભગવાનને ભારે વસ્ત્રો અંગીકાર કરાતા નથી.
આ પણ વાંચો : ભગવાન જગન્નાથની ચંદન યાત્રામાં મંદિરના પૂજારી, ટ્રસ્ટી અને મહંત સિવાય કોઈ જોડાઈ નહિ શકે
ભોગની વસ્તુઓમાં પણ ઋતુ અનુસાર ફેરફાર
આજે શુક્રવારે અક્ષય તૃતીયાથી ભગવાનને ઠંડક મળે તેવા ભાવથી રાજાધિરાજને સોના ચાંદીનાં આભૂષણોને બદલે અમૂલ્ય મોતીની માળાઓ અને પુષ્પોનો શૃંગાર અંગીકાર કરાવવામાં આવે છે તથા સાથે સાથે ઉનાળામાં ભોગની વસ્તુઓમાં પણ ઋતુ અનુસાર ફેરફાર કરવામાં આવે છે.
આ પણ વાંચો : જામખંભાળીયા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઇદની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ
લોકો dwarkadhish.org પર લાઈવ દર્શનનો લ્હાવો લઈ શકશે
આ વખતે લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે અને પૂજારીઓ મંદિરની ભીતર પરંપરાગત રીતે ભગવાનની સેવા ચાકરી અને પૂજન અર્ચન કરે છે, ત્યારે આ વિશેષ દિવસોમાં લોકો ડિજિટલ રીતે dwarkadhish.orgમાં લાઈવ દર્શન કરી શકશે.