પૃથ્વી પર ત્રણ ઋતુઓનું એક ચક્ર ગતીમાંન છે. જેમાં શિયાળો,ઉનાળો અને ચોમાંસનો અનુભવ સૌ કોઈને થાય છે. ખાસ કરીને હાલમાં ચાલતા ઉનાળાના દિવસોમાં સૂર્ય દેવ પૃથ્વી પર આકરો તાપ વરસાવી રહ્યા છે. ત્યારે મનુષ્ય પોતાના અતિ પ્રિય એવા ભગવાન શ્રી કૃષ્ણને પણ ગરમી થતી હશે,તેવા પ્રેમ ભાવ અને ભક્તિના ભાવ રૂપે, દ્વારકાના ભક્તો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને આગામી બે માસ એટલે કે, અખાત્રીજથી અષાઢી બીજ સુધી ચંદન વાઘા અને પુષ્પના વિશેષ શૃગાર કરવામાં આવે છે.
દ્વારકા નિજ મંદિરમાં સેવા પૂજા કરતા બ્રાહ્મણો દ્વારા ખાસ પ્રકારના ચંદનના લેપને તૈયાર કરવામાં આવે છે. ચંદનને ગુલાબ જળ સાથે મિશ્ર કરીને એક ખાસ પથ્થર ઉપર ઘસીને એક લેપ તૈયાર કરવામાં આવે છે. આચંદન લેપને ખુબજ સુગંધિત અને અતિ કીમતી હોય છે. આ ચંદનના આ લેપને ભગવાન દ્વારકાદિશના શરીર પર કપડા સ્વરૂપે લગાડવામાં આવે છે. બે મહિના સુધી આ ચંદનલેપના પહેરામણા દ્વારા ભગવાનને ગરમીથી રાહત આપવામાં આવે છે.
ચંદન વાઘાની સાથે સાથે ભગવાનને કોઈ ભારી ભારી સોના ચાંદીના દાગીના પહેરાવવામાં નથી આવતા, માત્ર ભગવાનને પ્રિય એવા મોગરો, જુઈ, ડોલર,ચમેંલી જેવા સુગંધિત પુષ્પના વિશેષ શૃગાર કરવામાં આવે છે. સાથે સાથે ગરમી માંથી રાહત મળે રહે તેવા ભાવથી ભક્તો દ્વારા ભગવાનનો ભોગ આહાર પણ વિશેષ તૈયાર કરવામાં આવે છે. જેમાં કેરીનો મુરબ્બો, કેરીનો રસ, વિવધ કઠોળની દાળનો ભાગ ધરવામાં આવે છે. અસહ્ય ગરમીના દિવસોમાં રથયાત્રા સુધીના સમયમાં ભગવાન દ્વારકાધિશને ગરમીથી રાહત રહે તેવા વિશેષ વસ્ત્રો પરિધાન કરવામાં આવે છે.
ગરમીનું ઋતુમાં ભગવાન દ્વારકાદિશના ચંદન વાઘા અને પુષ્પ શ્રુગારનું રૂપ અલૌકિક હોય છે.ચંદન વાઘાના સ્વરૂપને નિહાળવા અને દર્શન કરવા ભક્તો ભાવ વિભોર બને છે.