સમુદ્રમાં થતું પોલ્યુશન અંગે ઓખા કોસ્ટ ગાર્ડ તેમજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની વિવિધ ઔદ્યોગિક એકમોના અધિકારીઓએ સમુદ્રમાં કયા પ્રકારના પોલ્યુશન થાય છે, તેની જાણકારી આપી હતી.
આ પોલ્યુશન માંથી પૃથ્વીને કેવી રીતે બચાવી શકાય તેના અંગેના ખૂબ જ મહત્વની બાબતોની ચર્ચા કરી હતી. ખાસ કરીને આવતા ભવિષ્યમાં જમીન ઉપર તેમજ સમુદ્રની અંદર વધતા પોલ્યુશનને કેવી રીતે રોકવું તેના અંગે મહત્ત્વના મુદ્દા ઉપર સેમિનાર યોજાયો હતો.