ETV Bharat / state

દ્વારકાના શિવરાજપૂર બીચમાં એન્ટ્રી ફી અને પાર્કિંગ ફીના નામે કૌભાંડ - Shivrajpur Beach

દેવભૂમિ દ્વારકાના દ્વારકા નજીક આવેલ અને વિશ્વ ખ્યાતિ પામેલ બ્લ્યૂ ફ્લેગની માન્યતા ધરાવતા શિવરાજપૂર બીચમાં એન્ટ્રી ફી અને પાર્કિંગ ફીના નામે કૌભાંડ થતું હોવાનું દ્વારકાના જાગૃત નાગરિક અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અશોકભા માણેક દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા
author img

By

Published : Jan 7, 2021, 7:42 PM IST

  • શિવરાજપૂર બીચમાં એન્ટ્રી ફી અને પાર્કિંગ ફીના નામે કૌભાંડ
  • દ્વારકાના જાગૃત નાગરિક અશોકભા માણેક દ્વારા આરોપ
  • ટિકિટોથી લેવામાં આવતા રૂપિયામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર

દેવભૂમિ દ્વારકા :દ્વારકા નજીક આવેલ અને વિશ્વ ખ્યાતિ પામેલ બ્લ્યૂ ફ્લેગની માન્યતા ધરાવતા શિવરાજપૂર બીચમાં એન્ટ્રી ફી અને પાર્કિંગ ફીના નામે કૌભાંડ થતું હોવાનું દ્વારકાના જાગૃત નાગરિક અને આર. ટી. આઈ. એક્ટિવિસ્ટ અશોકભા માણેક દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શિવરાજપૂર બીચમાં ચાલતા વ્યાપક ગોટાળા અને ભ્રષ્ટાચાર અંગે ખુલ્લાસા કરવા માટે અરજદારે તા.16-01-2021ના રોજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિતમાં અરજી કરીને જાહેરમાં મીડિયા સમક્ષ વિગતો આપવા પડકાર ફેંક્યો છે.

Scam in the name of entry fee and parking fee in Dwarka's Shivrajpur beach
મુખ્યપ્રધાનના ઓનલાઇન પોર્ટલ પર પણ ફરિયાદ કરી

અરજદારે મુખ્યપ્રધાન કાર્યાલયે કરી રજૂઆત

તેમના જણાવ્યા મુજબ શિવરાજપૂર બીચમાં આવતા પ્રવાસીઓ માટે એન્ટ્રી ફીના 50/- અને પાર્કિંગ ફીના 30/- રૂપિયા વસુલવામાં આવે છે. જેની પહોંચમાં કોઈ અધિકારીની સહી કે, તારીખ હોતી નથી. તેમજ તે પહોંચની પાછળના ભાગમાં અમુક હોટલોની જાહેરાત લગાવવામાં આવી રહી છે. આ અંગે તેમણે મુખ્યપ્રધાનના ઓનલાઇન પોર્ટલ પર પણ ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને મુખ્યપ્રધાન કાર્યાલયે અરજદાર અશોકભા માણેક દ્વારા લગાવવામાં આવેલ આરોપની તપાસ માટે ગુજરાત સરકારના મહેસુલ અને વન અને પર્યાવરણ વિભાગને સૂચના અપાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.