ETV Bharat / state

Rukmini Vivah Utsav 2022: યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ અને રુકમણીજીના લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી - દ્વારકા જગત મંદિર

યાત્રાધામ દ્વારકા ખાતે શ્રી કૃષ્ણ અને રુકમણીજીના લગ્નોત્સવ (Rukmini Vivah Utsav 2022)ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દ્વારકાધીશ જગતમંદિરેથી દ્વારકાધીશ તથા રુકમણીજીના વામન સ્વરૂપનો વરઘોડો શહેરના વિવિધ માર્ગો પર નીકાળવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો.

યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ અને રુકમણીજીના લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી

author img

By

Published : Apr 13, 2022, 10:23 PM IST

દ્વારકા: દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ મંદિરે (dwarkadhish temple dwarka) આજે રૂકમણી વિવાહ ઉત્સવ (Rukmini Vivah Utsav 2022)ની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાહ્વો લીધો હતો. યાત્રાધામ દ્વારકામાં શરૂ થયેલા દ્વારકાધીશ અને રૂકમણીજીના વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજના ગીત તથા સંગીત સંધ્યા (Musical evening in dwarka) યોજાઈ હતી.

શહેરના વિવિધ માર્ગો પર નીકાળવામાં આવ્યો વરઘોડો.

મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા- બીજા દિવસે સવારે રુકમણીજી મંદિર (rukmini temple dwarka) ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહશાંતિ અગિયારીની વિધી બાદ રુકમણી માતાજીની 11 વાગ્યે આરતી સમયે છપ્પનભોગ (chappan bhog dwarka)નો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતા. દ્વારકા જગતમંદિરે (dwarka jagat mandir) પણ પોણા અગિયારની શિંગાર આરતી સમયે શ્રીજીને છપ્પનભોગ મનોરથ દર્શન યોજવામાં આવ્યા હતા. બહોળી સંખ્યામાં સ્થાનિકો તથા બહારગામથી આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આજરોજ દ્વારકાધીશ જગતમંદિરેથી દ્વારકાધીશ તથા રુકમણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજસવારી સાથે વાજતે-ગાજતે નીકાળી શહેરના વિવિધ માર્ગો પર નીકાળવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: CR Patil In Madhavpur Fair: શ્રી કૃષ્ણ અને સુભદ્રાને લઇને કરેલી પાટીલની ટિપ્પણીથી આહીર સમાજ નારાજ, માફી માંગવા કહ્યું

શાસ્ત્રોક્ત વિધીથી ભગવાનની લગ્નવિધી કરવામાં આવી- આજે ભગવાન દ્વારકાધીશજી અને રુકમણીજીની લગ્નવિધીથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરથી 3 કિ.મી. દૂર આવેલા ભગવાનના મુખ્ય પટરાણી રુકમણી માતાજીના મંદિરના પટાંગણમાં સાંજે 7થી 9 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશ તથા રુકમણીજીના લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી ભગવાનની લગ્નવિધી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Madhavpur Fair 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે માધવપુરના લોકમેળાને ખુલ્લો મુક્યો

મહાપ્રસાદનો કાર્યક્રમ રખાયો- રુકમણી મંદિર પટાંગણમાં કુદરતી વાતાવરણમાં તીર્થ પંડિતો દ્વારા શ્લોકોચ્ચારથી ભગવાનની લગ્નવિધીથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. ભગવાનના લગ્નનોત્સવમાં મુખ્ય યજમાન તરીકે પોરબંદરના સાંસદ રમેશભાઇ લવજીભાઇ ધડુક તથા દાસીજીવણ સત્સંગ મંડળ(dasi jivan satsang mandal gondal) વારા સહપરિવાર બિરાજ્યા હતા. તો ભગવાનના લગ્નોત્સવમાં સામેલ થવાનો લ્હાવો લેવા સ્થાનિકો તથા બહારથી પધારતા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. લગ્નવિધી બાદ ગુગ્ળી બ્રાહ્મણ 505ની જ્ઞાતિમાં મહાપ્રસાદનો કાર્યક્રમ રખાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.