ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી અટકાયત - ઇલેક્ટ્રિકની દુકાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 8 વર્ષની બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. માસૂમ બાળકી પર ભાણવડમાં જ રહેતો અને ઇલેક્ટ્રીકની દુકાન ચલાવતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ જો કોઇને કહીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

rape crisis
rape crisis
author img

By

Published : May 3, 2020, 4:50 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ભાણવડમાં રહેતા એક પરિવારની આઠ વર્ષ પાંચ માસની માસુમ બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચરવાની પોલીસ ફરિયાદ નોધાઇ છે. ભાણવડના પાછતર ગામનો અને હાલ ભાણવડમાં જ રહેતો ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતો સંદિપ રવજીભાઈ શિંગડીયા નામના નરાધમ શખ્સ થોડા દિવસ પૂર્વે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે પોતાની દુકાનની પાછળના ભાગે લઈ ગયો હતો.

જ્યાં આ શખ્સે માસૂમ બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ બીજા દિવસે પણ બાળકીને રહેણાક મકાનની છત પર રૂમમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. નરાધમ શખ્સે ભોગગ્રસ્ત બાળકીને જો કોઈને કહીશ તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ભાણવડ પોલીસે દુષ્કર્મની ભોગ બનેલ માતાની ફરિયાદ પરથી પોલીસે IPC કલમ 363, 366, 376 (3), 376 (એ, બી), 506 (2) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.