ETV Bharat / state

દ્વારકાના રબારી સમાજે વિશ્વમાંથી કોરોના વાઇરસ દૂર થાય તે હેતુથી સામવેદના મંત્રોચ્ચાર સાથે દ્વારકાધીશને ધ્વજા ચઢાવી

કોરોના વાઇરસની મહામારી વિશ્વમાંથી દૂર થાય તે માટે દ્વારકાના રબારી સમાજ દ્વારા સામવેદના મંત્રોચ્ચાર કરીને વિશ્વને કોરોનાથી બચાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.

author img

By

Published : Nov 11, 2020, 9:48 AM IST

Etv Bharat, Gujarati News, Dwarka News
દ્વારકાના રબારી સમાજે વિશ્વમાંથી કોરોના વાઇરસ દૂર થાય તે હેતુથી સામવેદના મંત્રોચ્ચાર સાથે દ્વારકાધીશની ધ્વજા ચઢાવી
  • વિશ્વના તમામ દેશો કોરોનાથી આર્થિક, માનસિક અને શારીરિક નુકસાની ભોગવી રહ્યા
  • ભારત દેશ કે જે પોતાના સનાતન ધર્મના ચાર વેદો ઉપર અડગ રહી કોરોનાને માત આપશે
  • રબારી સમાજ દ્વારા " સામ " વેદના મંત્રોચ્ચાર કરી કોરોના સામે રક્ષણ આપવા પ્રાર્થના

દેવભૂમિ દ્વારકાઃ કોરોના વાઇરસની બિમારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધો છે.ત્યારે વિશ્વના તમામ દેશોમાં કોરોના વાઇરસને કારણે સામાજિક, માનસિક અને આર્થિક તકલીફ વધી રહી છેે. જેથી ભારતમાં પણ આ વાઇરસને કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઇ છે. ભારત દેશના ખૂણે ખૂણેથી લોકો આ બિમારી દૂર થાય તેવી આશા સાથે પોતપોતાના રીત-રિવાજો મુજબ ધાર્મિક કાર્યક્રમો પણ કરી રહ્યા છે.

કોરોના સામે બચવા રબારી સમાજ દ્વારા મંત્રોચ્ચાર કરી પ્રાર્થના કરાઇ

રબારી સમાજના સંતો અને મહિલાઓ દ્વારા કોરોના વાઇરસ વિશ્વમાં માથી દુર થાય તે માટે આખી રાત સામવેદના મંત્રોચ્ચારની સાથે સાથે દ્વારકાધીશના ગુણગાન પણ ગાવામાં આવ્યા હતા.ભારત અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વસતા માલધારી સમાજનું બિરુદ મેળવનારા રબારી સમાજ માત્ર પશુપાલન કરીને ગુજરાત નથી ચલાવતો, સાથે સાથે આદિકાળથી વેદો સાથે પણ સંકળાયેલો છે. જ્યારે જ્યારે સમાજ અને દુનિયા ઉપર આફત આવે છે. ત્યારે આ સમાજ આગળ આવીને વેદ અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજ પર આવેલા સંકટોને દૂર કરવાનો સુંદર પ્રયાસ કરે છે.

સામવેદનું ધાર્મિક વિધિથી મંત્રોચ્ચા કરી દ્વારકાધીશને પ્રાર્થના

હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વના અનેક દેશો ચિંતામંય બન્યા છે.વિશ્વમાંથી આ મહામારી દૂર થાય તેવી ભાવનાથી દ્વારકાના પુંજાભાઈ વરજાંગભાઇ રબારી દ્વારા રબારી સમાજને સાથે રાખી મોમાઈ માતાજીની સ્થાપના કરીને ચાર વેદમાંના " સામવેદ " નું ધાર્મિક વિધિથી મંત્રોચ્ચાર કરી દ્વારકાધીશને પ્રાર્થના કરી કે, આ કોરોના બિમારી વિશ્વમાંથી ઝડપથી દૂર થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.