ETV Bharat / state

માસ્ક ન પહેરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશેઃ પાલિકા ચીફ ઓફીસર અતુલચંદ્ર સિન્હા - દ્વારકાના સમાચાર

દેવભૂમી જિલ્લાના ખંભાળિયામાં તંત્ર, પોલીસ અને રેવન્યુ દ્વારા માસ્ક વિતરણ કરી કોરોના સંદર્ભે જાગૃતતા માટે ઝુંબેશ લાવવામાં આવશે. જેના સંદર્ભમાં પ્રાંત અધિકારી ડી. આર. ગુરવની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે પોલીસ, પાલિકા અને રેવન્યુ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

માસ્ક ન પહેરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશેઃ પાલિકા ચીફ ઓફીસર અતુલચંદ્ર સિન્હા

author img

By

Published : Mar 31, 2021, 10:52 PM IST

  • બે દિવસ વિનામૂલ્ય માસ્ક વિતરણ કરવામાં આવશે
  • કોરોના અંગે લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવશે
  • લોકોને 1500 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

આ પણ વાંચોઃ રાજકોટ શહેરમાં બપોર સુધીમાં કોરોનાના નવા 80 કેસ નોંધાયા

દ્વારકાઃ જિલ્લાના વડા મથક ખંભાળિયામાં છેલ્લા 10 દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે ખંભાળિયા પ્રાંત અધિકારી ડી. આર. ગુરવની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે પોલીસ, પાલિકા અને રેવન્યુ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. જેમા પ્રાંત અધિકારી ગુરવે ખંભાળિયા શહેરી વિસ્તારના કોરોના સંદર્ભે સાવચેતી, સલામતી તથા જાગૃતતા માટે ચર્ચા વિચારણા કરી હતી. જેના અનુસંધાને ખંભાળિયા પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય તથા વિવિધ કમિટીના ચેરમેનો તથા પાલિકા સદસ્યો અને પાલિકા ચીફ ઓફીસર અતુલચંદ્ર સિન્હા તથા પાલિકા ઈજનેર મુકેશભાઈ જાની સહિતનાઓએ ખંભાળિયાના મુખ્ય રસ્તાઓ ઉપર ફરીને લોકો તથા દુકાનદારોને 1,500 માસ્કનું વિનામૂલ્ય વિતરણ કર્યું હતું તથા જાગૃતતા માટે સૂચનો કર્યા હતા.

કોરોના અંગે લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરવામાં આવશે

આ પણ વાંચોઃ નવસારીમાં કોરોનાના નવા 17 પોઝિટિવ કેસો નોંધાયા

લોકોમાં પણ જાગૃતતા આવી

આ કાર્યક્રમમાં પોલીસ અધિકારી પી. એ. જાડેજા તથા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા. લાંબા સમય પછી તંત્ર દ્વારા કડક કામગીરી શરૂ કરાતા લોકોમાં પણ જાગૃતતા આવી છે. પાલિકા ચીફ ઓફીસર અતુલચંદ્ર સિન્હા દ્વારા એક મુલાકાતમાં જણાવવામાં આવ્યું હતું કે બે દિવસ વિનામૂલ્ય માસ્ક વિતરણ કરીને લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. ત્યારબાદ પોલીસની મદદથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં માસ્ક ન પહેરનારા વ્યકિતઓ સામે ઝુંબેશ ચલાવી દંડાત્મક કાર્યવાહી પણ કરવામા આવશે. કોરોના મહામારી સંદર્ભે રેવન્યુ, પોલીસ તથા પાલિકાની લોકહીતની આ કામગીરીમાં લોકોને સહકાર આપી કોરોના અંગે લોકોને જાગૃત થવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. પાલિકા દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી આવે તે વિસ્તારની સફાઈની કામગીરી, DDT દવા છંટકાવ તથા સેનિટાઈઝેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.