બેટ દ્વારકામાં ભાજપ કરતા કોંગ્રેસને વધુ મતો મળે છે. પરંતુ આ વખતે બેટ દ્વારકાના સમાવેશ થયેલા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી શાહેબ અને આગેવાનો આજે પૂનમ બેનના પ્રચારના પહેલા દિવસે જ ભાજપમાં જોડાઈ જતા બેટ દ્વારકામાં કોગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. બેટ દ્વારકામાં સમાવેશ થયેલામુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સાહેબે જાહેર સભામાં પોતે કોગ્રેસ સાથે છેડો ફાડવાનું કારણ પણ જણાવ્યું હતુંકે બેટ-દ્વારકામાં ૩૦ દિવસે પાણી આવેછે. જે એકમોટો પ્રશ્ન છે જેને લઇનેપાણીની આશા સાથેભાજપમાં જોડાયાછીએ, જેથીઅમારી આ આશા અને માંગણીને મહત્વ આપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
મુસ્લિમ સમાજના આગેવાનો અને પ્રમુખને આવકારતા ભાજપના સાંસદ ઉમદેવાર પુનમબેન માડમે જણાવ્યું હતુ કેઆચારસંહિતા પૂર્ણ થાય ત્યારે પહેલું કામ હું બેટ દ્વારકાના પાણીના પ્રશ્નનું પૂર્ણ કરીશ અને સાથે સાથે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે કોગ્રેસે માત્ર પોતાની વોટ બેંક માટે હિદુ-મુસ્લિમ સમાજને અલગ અલગ રાખ્યા છે પરંતુ હવે તેવુનહિ થાય. બેટ દ્વારકામાં પાણી સિવાય રોજગારી અને અન્ય તમામ પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.