દ્વા૨કા: શહેરમાં દૂરદર્શનનો ૯૦ મીટ૨નો જર્જરિત ટાવર આવેલો છે. વાવાઝોડાના કારણે જો આ ટાવર ધરાશાયી થાય તો ઘણું નુકસાન વેઠવું પડી શકે તેમ હતું. પરંતુ પ્રસાર ભારતીના અધિકારીઓએ અગમચેતી દાખવી ટાવરને તોડી પાડવાનો નિર્ણય કર્યો હતો. એક નિશ્ચિત દિશા તરફ ટાવરને તોડી પાડવામાં આવ્યો છે. કોઈ પણ જાનહાની વગર દુર્ઘટના ટાળવા વહીવટી તંત્રની સૂચના મુજબ આ કાર્યવાહી કરવા આવી છે.
જોખમી જર્જરિત ટાવર: બિપરજોય વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. ત્યારે દ્વારકા સ્થિત દૂરદર્શનનાં હાઇપાવ૨ ટ્રાન્સમીટ૨નો ટાવર તા. ૧૨ના રોજ ક્ષતિગ્રસ્ત થયો હતો. 90 મીટર ઉંચો આ ટાવર વાવાઝોડાંને કા૨ણે ધરાશાયી થાય તો ભારે તારાજી સર્જાવાની શક્યતા હતી. આથી, જીલ્લા વહીવટી તંત્રે મામલતદા૨ મા૨ફત આ ક્ષતિગ્રસ્ત ટાવરને તાત્કાલિક ઉતારી લેવા વિનંતી કરવામાં આવી હતી.
-
Dwarka, Gujarat | A relay tower that was declared unsafe has been demolished here, in view of cyclone Biparjoy. A new tower will be constructed here later: Ramesh Chandra, Akashvani- Rajkot pic.twitter.com/c8lKi78apS
— ANI (@ANI) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dwarka, Gujarat | A relay tower that was declared unsafe has been demolished here, in view of cyclone Biparjoy. A new tower will be constructed here later: Ramesh Chandra, Akashvani- Rajkot pic.twitter.com/c8lKi78apS
— ANI (@ANI) June 14, 2023Dwarka, Gujarat | A relay tower that was declared unsafe has been demolished here, in view of cyclone Biparjoy. A new tower will be constructed here later: Ramesh Chandra, Akashvani- Rajkot pic.twitter.com/c8lKi78apS
— ANI (@ANI) June 14, 2023
પૂર પહેલા પાળ બાંધી: આકાશવાણી-રાજકોટના ઉપમહાનિર્દેશક ૨મેશચંદ્રે તાત્કાલિક દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને આ ટાવરને તોડી પાડવાની મંજૂરી માંગી હતી. પ્રસાર ભારતીના CEO ગૌરવ દ્વિવેદીએ તત્કાળ મંજૂરી આપતાં તા. ૧૩ સવા૨થી જ ૨મેશચંદ્ર ઉપરાંત ઉપ-નિર્દેશક પ્રવીણ ભંખોડીયા, સહાયક ઇજનેર દિવાકર ચોરસિયા સહિતની ટીમ દ્વારકા પહોંચી હતી. ટાવરને તોડવાની કામગીરી શરૂ કરાવી હતી. દ્વારકાના દરિયા કિનારે પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે ટાવરને તોડી પાડવાની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે.
સાવચેતીના પગલા: ઉલ્લેખનિય છે કે, વહિવટી તંત્ર વાવાઝોના અગાઉ સાવચેતીના પગલા લઇ રહી છે. નાગરિકોની સુરક્ષા માટે જરુરી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાથી લોકોનું આશ્રયસ્થળો પર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ભયજનક મકાનોમાં પણ ખાલી કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.