ETV Bharat / state

પોલીસ સ્ટેશન કે જુગારનો અડ્ડો? પત્તાપ્રેમી પોલીસને SPએ સસ્પેન્ડ કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર રમતા 4 પોલીસ કર્મીઓનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોને લઇ જિલ્લા પોલીસવડા એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને આ તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

trending viral video
trending viral video
author img

By

Published : Sep 7, 2020, 10:00 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર રમતા 4 પોલીસ કર્મીઓનો વીડિયો વાઇરલ થયો છે. વીડિયો વાઇરલ થયા બાદ આ ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વાઇરલ વીડિયોની જમણી બાજુએ નીચે બેઠેલા આરોપીનો ઓડિયો પણ વાઇરલ થયો હતો. ઓડિયોમાં જુગાર રમતા પોલીસના નામો આપી રહ્યા છે.

આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે, આરોપીઓ પાસેથી જુગારના ઝડપાયેલા પૈસાથી જ પોલીસ જુગાર રમી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર આરોપીઓ પકડાયા ત્યારે 70 હજાર રૂપિયા કબ્જે કર્યા હતા અને પણ ચોપડે ઓછા દેખાડવામાં આવ્યા હતા. ઉપરાંત આરોપીને છોડવા માટે અલગથી 1500-1500 રૂપિયા લીધા હોવાની માહિતી મળી હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા જિલ્લા પોલીસ વડાએ 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે, જુગારમાં પકડાયેલા આરોપીએ જ પોલીસ કર્મીઓનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હોવાની વિગતો બહાર આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.