ETV Bharat / state

Dwarka usurers : બાપ દીકરો તેમજ વ્યાજખોરી કરતી મહિલાને પોલીસે ધકેલ્યા જેલની પાછળ - Khambhalia Crime News

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પોલીસ સ્ટેશનની વ્યાજખોરીના (Usury case in Khambhalia) મામલે સરહાનીય કામગીરી સામે આવી હતી. ખંભાળિયા પોલીસ બાપ દીકરો તેમજ એક મહિલાને મોટા પ્રમાણમાં વ્યાજ વસૂલતામાં જેલની પાછળ ધકેલી દીધા છે. (Devbhumi Dwarka Usury case)

Dwarka usurers : બાપ દીકરો તેમજ વ્યાજખોરી કરતી મહિલાને પોલીસે ધકેલ્યા જેલની પાછળ

author img

By

Published : Jan 16, 2023, 6:23 PM IST

ખંભાળિયા પોલીસ સ્ટેશનની સરહાનીય કામગીરી, બે વ્યાજખોરોની કરી અટકાયત

દેવભૂમિ દ્વારકા : સમગ્ર ગુજરાતમાં હાલ વ્યાજખોરોના ચંગુલમાંથી લોકોને મુક્ત કરવા માટે એક ખાસ અભિયાન રાજ્યની સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તે અનુસંધાને દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પણ આ અભિયાન અંતર્ગત ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પઠાણી, વ્યાજ વસૂલતા વ્યાજખોરો પર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 2 અલગ અલગ કેસમાં ત્રણ લોકોને ધરપકડ કરી વ્યાજના ચુંગાલમાંથી ગરીબ જનતાને મુક્ત કરાવવાની પહેલ કરી હતી.

શું છે સમગ્ર મામલો મળતી માહિતી અનુસાર પ્રથમ કેસમાં ખંભાળિયાના અશોક કછાટીયા નામના વ્યક્તિને ધંધાર્થે રૂપિયાની જરૂર પડી હતી. રૂપિયાની જરૂર પડતા તેઓએ ખંભાળિયાની વિનાયક સોસાયટીમાં રહેતા હમીર જોધા ચાવડા તેમજ તેમના પુત્ર અર્જુન હમીર ચાવડા પાસેથી 2008ની સાલમાં 7,50,000 રૂપિયા લીધેલા હતા. તે રકમના બદલામાં આ કામના આરોપી હમીર જોધા ચાવડા તેમજ અર્જુન હમીર ચાવડાએ ફરિયાદી અશોક કછટીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી દબાવી રૂપિયા 7,50,000 મૂળ રકમના બદલામાં કટકે કટકે 1,15,25,000 જેટલી મતદાર રકમ વસુલી હતી.

આ પણ વાંચો Special Drive against Usurers : વ્યાજખોરો સામે ખેડામાં પ્રથમ ફરિયાદ, મહિલા સહિત ત્રણ સામે કપડવંજ પોલીસની કાર્યવાહી

બાપ દીકરાને જેલની પાછળ આ કામના ફરિયાદીના બોકસાઈટ પ્લાન્ટમાં પોતાનો હિસ્સો લખાવી લીધેલ ત્યારબાદ પણ આ વ્યાજખોર હમીર જોધા અને અર્જુન હમીર બનેએ આ કામના ફરિયાદી અશોક કછટીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમના ખાતાના 11 ચેક જેમાં કોઈપણ જાતની રકમ લખ્યા વગર સહી કરાવી લીધેલા હતા, ત્યારબાદ અન્ય બે ચેકોમાં પાંચ પાંચ લાખ રૂપિયાની રકમ લખાવી સહી કરાવી ધમકી આપેલી હતી. તેમજ આખરે અશોક કાછડીયાએ દ્વારકા જિલ્લા પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતાં ખંભાળિયાના PI ડી.બી. ઝાલાએ ગણતરી કલાકમાં જ આ વ્યાજખોર બંને બાપ દીકરાને પકડીને જેલની પાછળ ધકેલી દીધા હતા.

આ પણ વાંચો વ્યાજખોરો ચેતજો, કોઈએ વધુ વ્યાજ આપવાની જરૂર નથી: કાંતિ અમૃતિયા

વ્યાજખોરી મહિલાની ધરપકડ તો બીજી તરફ ખંભાળિયાની મહિલા રેશમાં સુંભનીયા વ્યાજ ધીરવાનું કોઈ લાયસન્સ ન હોય તેમ છતાં પણ ગરીબ વ્યક્તિને 1,75,000 મોટા વ્યાજે આપ્યા હતા. તેમની પાસેથી અલગ અલગ રીતે 1,20,000 વસૂલ્યા બાદ તેમની માલિકીનું મકાન ધમકી આપી બળજબરીથી પોતાના નામે કરાવી લીધેલું હતું. ગરીબ માણસને રોડ પર ભટકવા મજબૂર કરતા સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ સ્ટેશને પહોંચતા PI ડી.બી. ઝાલાની ટીમ દ્વારા આરોપી ઉઘરાવનાર મહિલા રેશ્મા સલેમામાદ સુંભાનીયાની અટકાયત કરીને જેલમાં ધકેલી દેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.