દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં લોકોને કોરોના વાઇરસ મહામારી અંગે જાગૃત કરવા અને માસ્ક પહેરવાનું મહત્વ સમજાવવા પોલીસ અને પ્રાંત અધિકારીઓ દ્વારા ગાંધીગીરી સાથે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન રસ્તે ચાલતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા પોલીસ અને પ્રાંત અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
સવારથી જ પોલીસ અધિકારીઓ દ્વારા મુખ્ય માર્ગો પરથી પસાર થતા તમામ લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમને જણાવવામાં આવ્યું હતું કે હવેની કાર્યવાહીમાં માસ્ક ન પહેરનાર પાસેથી દંડ લેવામાં આવશે.