- દ્વારકા ઓમીક્રોન સામે લડવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ
- સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ વોર્ડ તેમજ સ્પેશિયલ ICU તૈયાર
- જિલ્લામાં તમામ PHC સેન્ટર પરની વ્વસ્થાઓને પણ અપડેટ કરવામાં આવી
દેવભૂમિ દ્વારકા: કોરોનાની પહેલી અને બીજી લહેર (omicron variant in india) બાદ હવે કોરોનાનું નવું વેરીએન્ટ ઓમીક્રોન (omicron variant in gujarat) સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યું છે ત્યારે તેની સામે લડવાના ભાગ રૂપે દ્વારકા (Omicron Variant In Dwarka) જિલ્લા આરોગ્ય તંત્રએ રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના મુજબ પૂર્વ તૈયારીઓ હાથ ધરી હતી.
દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા ખાસ મિટિંગ યોજાઈ
દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીઓની એક ખાસ મિટિંગ યોજી ગાઈડલાઇન આપવામાં આવી હતી, તો બીજી તરફ જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ વોર્ડ તેમજ સ્પેશિયલ ICU પણ ઉભો કરવામાં આવ્યો છે, સાથે જિલ્લામાં આવેલ તમામ PHC સેન્ટર પરની વ્વસ્થાઓને પણ અપડેટ કરવામાં આવી રહી છે.
વિદેશથી દ્વારકા આવનાર લોકોના RTPCR ટેસ્ટ કરાયા
એટલું જ નહીં હાલ દ્વારકા જિલ્લામાં આવેલા 30 જેટલા લોકો કે જેઓ વિદેશથી દ્વારકા જિલ્લામાં આવેલા છે, તેમનો RTPCR ટેસ્ટ કરી તેમને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.
આ પણ વાંચો: રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું ઓમિક્રોન વાયરસ બાબતે ચેકિંગ કરાતું નથી: રામ મોકરિયા
આ પણ વાંચો: ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન