દેવભૂમિદ્વારકાઃ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ (Okha Bat Dwarka Boat closed by ferry system)આજે બીજા દિવસે પણ બંધ કરવાની ફરજ પડી હતી.ખરાબ હવામાનના કારણે ફેરી બોટ સર્વિસ ફરી એકવાર બંધ કરવાની નોબત આવી હતી. હાલમાં જ થોડા દિવસો પહેલા જ આ સર્વિસ ખરાબ હવામાનને કારણે બંધ કરવામાં આવી હતી પરંતુ હવામાન સારું અને ખુશનુમા થવાથી આ ફેરી બોટ સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Ashish Bhatia Corona positive : DGP આશિષ ભાટિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
દર્શનાર્થી બેટદ્વારકાના દર્શનથી વંચિત રહ્યા
જ્યારે આજ રોજ સમુદ્રમાં કરંટના પગલે સાવચેતીના ભાગ રુપે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા એવો(Gujarat Maritime Board ) નિર્ણય લેવામાં આવ્યો કે આ સર્વિસને ફરી બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તો બેટ દ્વારકા મંદિરે દર્શન માટે આવે છે. પરંતુ બે દિવસથી સમુદ્રમાં કરંટ હોવાથી અને વાતાવરણ પણ ખરાબ હોવાથી દર્શનાથી ભક્તો સાથે કોઈ દૂર્ઘટનાના બને તે માટે ફેરી બોટની સર્વિસ બંધ કરવામાં આવી છે. જેના કારણે દર્શનથી બેટદ્વારકાના દર્શનાર્થી વંચિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આવશે ગુજરાત, પરિવાર સાથે ઉજવશે ઉત્તરાયણ