- સાંસદ પૂનમ માડમના હસ્તે જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ
- 50 લાખના ખર્ચે તૈયાર થયેલા 10 હજાર લીટર ઓકસિજન ટેન્ક તૈયાર કરાઇ
- લોકો બન્ને ડોઝ લઇને પોતાની સુરક્ષા આરક્ષિત કરે - પૂનમ માડમ
દેવભૂમિ દ્વારકા : જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરાનાની અદ્યતન સારવાર મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સારવારની સુવિધાને વિસ્તારવામાં આવી રહી છે. જે અંતર્ગત મંગળવારના રોજ સાંસદ પૂનમ માડમના હસ્તે ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે 50 લાખના ખર્ચે તૈયાર થયેલા 10 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાપર્ણ અને રિબીન કાપીને કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે સાંસદના ધામા, સ્થિતિની સમીક્ષા બેઠક કરી
10 હજાર લીટરની ટેન્ક ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરાઇ
સાંસદ પૂનમ માડમે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં અત્યારે 110 બેડ ઓક્સિજનના ઉપલબ્ધ છે, તેમાં કેટલાક વેલ્ટિનેટર પરના દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂરિયાત હતી અને કેટલાક દર્દીઓને ઓક્સિજના અભાવે દાખલ કરી શકતા ન હતા, પરંતુ રાજ્ય સરકારના સતત પ્રયત્નો રહ્યા છે કે, ખંભાળીયા જનરલ હોસ્પિટલને ઓકસિજન ટેન્ક મળે. RSPL કંપની કુરંગા દ્વારા 50 લાખના ખર્ચે 10 હજાર લીટરની ટેન્ક ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી છે.
આ પણ વાંચો - જામનગરના સાંસદ પૂનમ માડમે જી. જી. હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
સારવાર કેન્દ્રમાં દાખલ થઇને સારવાર લેવાની અપિલ પૂનમ માડમે કરી
ભારત દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત આપણા જિલ્લાના લોકો બન્ને ડોઝ લઇને પોતાની સુરક્ષા આરક્ષિત કરીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને અપિલ કરતા પૂમન માડમે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને કોરોના સંક્રમણના લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઇને કોઇ ડર રાખ્યા વિના જરૂરી ટેસ્ટ કરાવીને ધરમાં જ સારવાર મેળવે અથવા તો નજીકના સારવાર કેન્દ્રમાં દાખલ થઇને સારવાર લેવાની અપિલ કરી હતી.