દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઠ કલાકમાં પડેલા વરસાદના આંકડા (સવારે ૬ થી બપોરના ૨ સુધી)
![ો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-03-dwk-devbhumi-dwarka-varsad-pgvcl-gj10027_07072020153416_0707f_1594116256_900.png)
ખંભાળિયા | 10 ઈંચ |
ભાણવડ | 6 ઈંચ |
દ્વારકા | 2 ઈંચ |
કલ્યાણપુર | 4 ઈંચ |
માત્ર ભાડથર ગામમાં જ વરસાદ અને ભારે પવનના કારણે વહેલી સવારે વૃક્ષ,બે વીજ થાભલા એક ટ્રાન્સફોર્મર ધરાશાયી થયુ છે. આ ઉપરાંત જિલ્લાભરમાં 210થી વધુ વિજ થાંભલા પડી ગયા હોવાની માહિતી સાંપડી રહી છે. જેના કારણે વિજ નિગમને મોટુ નુકસાન થયુ છે. પાણીનો ભરાવો થતાં અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.ખંભાળિયા અને પોરબંદરને જોડતો મુખ્ય હાઈવે પણ વરસાદના કારણે જર્જરીત થતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
- ધી ડેમ
- વર્તુ 1
- સોનમતી
- મીણસાર
- વેરાડી
- વર્તુ 2
- સિંધણી
- શેઢા ભારથરી
- વેરાડી 1
- કબરકા
- ગઢકી
- શીંહણ
- મહાદેવીયા
- કંડોરણા