દેવભૂમિ દ્વારકાઃ સમગ્ર ભારત અને ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ રોજ-બ-રોજ વધી રહ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં લોકડાઉન ચારેય દરમિયાન કોરોના વાયરસના કુલ 12 કેસ આવ્યા હતા. જેમાં એક કેસ જામનગરનો અને 11 કેસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હતા. આ 11 કેસમાં સારવાર દરમિયાન કોઇ પણ લક્ષણો ના જણાતા તેમને રજા આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાઈરસના કુલ ચાર લોકડાઉન દરમિયાન 1800થી વધુ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ પણ તંત્ર દ્વારા મેડિકલ ટેસ્ટ ચાલુ રાખવામાં આવ્યા છે. પરંતુ લોકડાઉન 4ની છૂટછાટ બાદ લોકો પોતાની જિંદગી રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા અને દ્વારકામાં સવારે 7થી સાંજના 4 દરમિયાન લોકો પોતાના તમામ કામો પુર્ણ કરે છે અને સાજનો સમય પરિવાર સાથે ગાળે છે.
મહત્વની બાબત એ છે કે, દ્વારકા જિલ્લામા વિશ્વ પ્રસિદ્ધ ભગવાન દ્વારકાદિશનું મંદિર છેલ્લા બે માસથી બંધ હોવાથી સ્થાનિક લોકો સરકાર પાસે નિયમો અનુસાર મંદિરના દરવાજા ખોલવાની આશા રાખી રહ્યા છે.