ETV Bharat / state

Khambhalia Rape Case: શૈતાની ભૂવાએ 13 વર્ષની માસૂમ બાળકીને પીંખી હતી, કોર્ટે ફટકારી 20 વર્ષની સજા - જામકલ્યાણપુર પોલીસ સ્ટેશન

જામકલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામે (bhatvadiya village jamkalyanpur) ઢોંગી ભૂવા દ્વારા (Superstition Cases in Gujarat) 2 વર્ષ પહેલા 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (molestation with child girl in gujarat) કરવામાં આવ્યું હતું. આ મામલે ખંભાળિયાની સેસન્સ કોર્ટે (khambhaliya session court) આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે.

Khambhalia Rape Case: શૈતાની ભૂવાએ 13 વર્ષની માસૂમ બાળકીને પીંખી હતી, કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

author img

By

Published : Dec 30, 2021, 7:28 PM IST

દ્વારકા: 2 વર્ષ પહેલાં જામકલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામે (bhatvadiya village jamkalyanpur) એક ઢોંગી ભૂવા (Superstition Cases in Gujarat) એ માત્ર 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા (molestation with child girl in gujarat) સમગ્ર પંથકમાં ભૂવા વિરુદ્ધ રોષ વ્યાપ્યો હતો. આ મામલે ખંભાળિયાની સેસન્સ કોર્ટે (khambhaliya session court) આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. આજના યુગમાં પણ લોકો અંધવિશ્વાસમાં આવી કેવા ઢોંગી ભૂવાઓનો ભરોસો કરી બેસે છે જેનો એક કિસ્સો દ્વારકા (Crime in dwarka district) જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે સામે આવ્યો હતો.

2 વર્ષ પહેલાં કરવામાં આવી હતી ફરિયાદ

નાના એવા ભાટવડિયા ગામમા સર્વે સમાજના લોકો વસે છે. અહીં ગામથી દૂર સિમ વિસ્તારમા એક મામા દેવનુ મંદીર (temple of mamadev in bhatvadiya) આવેલુ હતું, જેના કહેવાતા ભૂવા દ્વારા 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ (Khambhalia Rape Case) આચર્યાની ફરિયાદ પીડિતાની માતા દ્વારા 2 વર્ષ પહેલાં કરવામા આવતા આ મામાદેવના ભૂવાની પાપલીલા સામે આવી હતી. ભાટિયાથી 8 કિલોમીટર ભાટવાડિયા ગામે બનેલા આ ઘૃણાસ્પદ બનાવે સમગ્ર પંથકમાં ઊહાપોહ મચાવ્યો હતો, ત્યારે પોલીસની કામગીરી પણ સરાહનીય રહી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતુ.

બાળકીનું સ્વાસ્થ્ય સારું ન રહેતા ભૂવા પાસે લઇ ગયાં હતાં

આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો જામ કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી છેલ્લા ઘણા સમયથી બેચેન રહેતી હતી. તેમજ સ્વાસ્થ્ય સારું ના રહેતા તે જ ગામમાં રહેતા ને મામાદેવના ભૂવા તરીકે કામ કરતાં ભરત સોનગરા પાસે ગયા હતા. દેવની દયા થાય અને પોતાની પુત્રીને અહીંથી સારુ થાય એવી આશા સાથે પીડિતાના માતા-પિતા અહીં દીકરીને લઈ ગયા હતા. અહીં મામાદેવના ભૂવા તરીકે ઓળખાતો ભરત કરશન સોનગરા જે માત્ર 22 વર્ષની ઉમરે મામાદેવનો ભૂવો બની ગયો હતો.

કુટુંબીજનોએ સાથે આવવાનું કહેતા મામાદેવ રજા નથી આપતા તેવું કહ્યું

તે રાત્રીના સમયે ભોગ બનનાર ના કુટુંબીજનોને ભાટવાડિયા ગામમાં આવેલા મામા દેવના મંદિરે લઇ ગયો, ત્યારે આરોપીએ થોડીકવાર પોતાના ધતિંગ કરીને બાળકીના કુટુંબીજનોને કહ્યું કે, વિધિ ખેતરમાં કરવાની છે અને તમારે અહીં રોકાવાનું છે. કુટુંબીજનોએ પણ સાથે આવવાની વાત રાખતા મામાદેવ અન્ય લોકોને આવવાની રજા નથી આપતા તેવું તેણે કહ્યું હતું. અંધશ્રદ્ધામાં માનતા આ પરિવારે પોતાની બાળકીને વિધિ કરવા પાપી ભરત સોનગરા સાથે જવા દીધી હતી.

કોઇને કહીશ તો મામાદેવ ક્રોધિત થશે તેવો ભય બતાવ્યો

બાળકીને એકલી આ હેવાન ભૂવા સાથે મોકલ્યા બાદ ખેતરમાં પહોંચી શૈતાન ભૂવા ભરત સોનગરાએ પોતાનું પાપ પોકારવાનુ શરૂ કર્યું હતું. આ નરાધમ ભૂવાએ માસૂમ બાળકીને શરીરે ભભૂત ચોપડવાના બહાને કપડા ઉતારવાનું કહ્યું હતું, જેનો બાળકીએ વિરોધ કરતા ભૂવાએ મામાદેવ નારાજ થશે તેવો ભય આપીને બાળકીને કપડાં ઉતારવા માટે મજબૂર કરી હતી. ત્યારબાદ ભૂવા ભરત સોનગરાએ બળજબરીથી બાળકી સાથે કુકર્મ આચર્યું હતુ. આ હેવાને બાળકીને ડર બતાવ્યો હતો કે જો આ વાત કોઈને કહીશ તો મામાદેવ ક્રોધિત થશે અને તારા પરિવાર ઉપર કોપ ઉતારશે.

બનાવ બન્યા બાદ બાળકી ગુમસુમ રહેવા લાગી

કુકર્મ આચર્યા બાદ ભૂવા ભરત દ્વારા તે બાળકીને તેના કુટુંબીજનોને સોંપી ટૂંક સમયમાં બધું સારું થઇ જશે તેવું જણાવ્યું હતું. આ બનાવ બન્યા બાદથી બાળકી ગુમસુમ રહેવા લગતા આખરે 2 દિવસ બાદ બાળકીએ ભૂવા ભરતે તેની સાથે કરેલી તમામ વાતની જાણ કુટુંબીજનોને કરતા પીડિતાના કુટુંબીજનો પર આભ ફાટ્યું હતું. ખૂબ હિંમત સાથે સમાજની ચિંતા કર્યા વિના આ પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ (police complaint in rape case in dwarka) નોંધાવી હતી. હવેથી કોઇ માસૂમ બાળકીઓ આવા હેવાનનો શિકાર ન બને તે માટે આ પરિવારે હિંમત દાખવી સમાજમાં રહેલા આ ઢોંગી હેવાનને ખુલ્લો પાડી દીધો હતો.

ભૂવાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી

પોલીસ દ્વારા 376 તેમજ પોક્સોની કલમ ઉમેરી આરોપી ભરત ભૂવાને ગણતરીના કલાકોમાં ચોક્કસ બાતમીના આધારે સાંજનાના સુમારે પકડવામાં આવ્યો હતો.

કુટુંબીજનોએ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (jamkalyanpur police station) નોંધાવી હતી. પોલીસ દ્વારા 376 તેમજ પોક્સોની કલમ ઉમેરી આરોપી ભરત ભૂવાને ગણતરીના કલાકોમાં ચોક્કસ બાતમીના આધારે સાંજનાના સુમારે પકડવામાં આવ્યો હતો. આ કેસની તપાસ તે સમયના PI પી.એ. દેકાવડીયા-દ્વારકા પોલીસ સ્ટેશન (dwarka police station) દ્વારા ચલાવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં સમગ્ર તપાસ કરી ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈ સમગ્ર પુરાવાઓને આધારે ખંભાળિયાની સેસન્સ કોર્ટે આકરું વલણ દાખવી ભરત સોનગરા નામના આરોપી ભૂવાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને પીડિતાને 5 હજારની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.

આ પણ વાંચો: Sunni Waqf Board Claims On Bet Dwarka: વક્ફ બોર્ડે આવો દાવો કર્યો જ નથી, સામે આવી પ્રતિક્રિયા

આ પણ વાંચો: Crime In DevBhumi Dwarka: દ્વારકા જિલ્લાનુ હર્ષદ બંદર બન્યું ક્રાઇમ સ્થળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.