દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર જનતા દ્વારા રેડ (Illegal mineral theft Khambhaliya) કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં ઘણા પ્રકારના ખનિજ તત્વો મળી આવે છે. તેમાં પણ બોક્સાઈટએ ખુબ જ મળી આવે છે અને તેને કિંમતી પણ માનવામાં આવે છે. કુવાડિયા ગામના પાટિયા પાસે 4 ટ્રક મોરમ ભરીને જતુ હતું તેમની પાસે રોયલ્ટી કે કશું જ ન હતું. આ 4 ટ્રકને જનતાએ પકડી પાડ્યાં હતાં.
ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું હતું અને જનતાએ રેડ કરી
આ વાતની જાણ ખનિજ વિભાગને કરી અને એ અધિકારી પહોંચે તે પહેલા ટ્રકના ડ્રાયવરો ટ્રક છોડીને ભાગી ગયા હતા. ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું હતું અને જનતાએ રેડ (Janata Raid on mineral theft) કરી હતી. આ ચારેય ટ્રક કેટલા સમયથી આ જ રીતે રોયલ્ટી વિના ગેરકાયદેસર ખનિજની ચોરી કરતા હશે અને કોઈ અધિકારી દ્વારા તેમને પકડવામાં પણ ન આવતા અધિકારી સામે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. આ મોરમ ભરેલા 4 ટ્રક જનતાએ પકડ્યા હતા. જો જનતાને જ આવા કામ કરવાના છે તો અધિકારીનું શું કામ?
જનતા રેડ બાદ ખાણખનીજ વિભાગ આવ્યું હરકતમાં
ખંભાળિયા દ્વારકા હાઇવે રોડ પર રોયલ્ટીની ચોરી અને ઓવરલોડની અનેક ફરિયાદો કરવામાં આવી છે. છતાં પણ કોઈપણ જાતના પગલાં ન લેવાતા જનતાએ રેડ કરવાની ફરજ પડી હતી. ગામના સ્થાનિકોએ રાત્રીના સમયે રેડ કરી હતી. જનતાએ રેડ કર્યા બાદમાં ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખાણખનીજ વિભાગે ઘટના સ્થળે પહોંચી 4 ટ્રકમાંથી અને સ્થળ પરથી મોરમના સેમ્પલ લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
તમામ ટ્રક ડ્રાયવરો ટ્રકો મૂકી ફરાર ગયાં
જનતાની આ રેડ દરમિયાન તમામ ટ્રક ડ્રાયવરો ટ્રકો મૂકી ફરાર થઈ ચૂક્યા હતા. હવે એ જોવાનું રહ્યું કે આ ટ્રકના માલિક કોણ છે અને આ ગેરકાયદેસર ખનિજ કોના કહેવાથી લઇ જવામાં આવતું હતું.
આ પણ વાંચો: Republic Day 2022 : રાજ્યના તમામ પ્રધાનો અલગ અલગ જિલ્લામાં કરશે ધ્વજવંદન, જૂઓ લિસ્ટ
આ પણ વાંચો: Gujarat Corona Update: માત્ર 4 દિવસમાં કેસો બમણા થયા, 24 કલાકમાં 20,966 પોઝિટિવ કેસ નોંધાયા