- 15 વર્ષની સગીરા પર શખ્સે આચર્યું દુષ્કર્મ
- વિરુગીરી ગોસ્વામી નામના યુવકે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં આરોપી વિરુદ્ધ ફિટકાર
- સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ખંભાળિયામાં પંદર વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી એક શખ્સે અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
યુવતિના પરિજનોએ નોંધાવી ફરિયાદ
ખંભાળિયામાં ચોક્કસ સ્થળે રહેતા પંદર વર્ષની સગીરાને વીરૂગીરી સંજયગીરી ગોસ્વામીએ લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને તેણીને જુદી-જુદી જગ્યાએ લઇ જઈ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે યુવતિના પરિવારે આરોપી સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.