ETV Bharat / state

ઝઘડીયાના જામોલી ગામે દીપડો પાંજરે પુરાયો, પાંજરું લોક નહીં થતાં દીપડો પલાયન

ઝઘડીયાના જામોલી ગામે દીપડાનો આતંક વધતા વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં દીપડો પાંજરે પણ પુરાયો હતો જો કે પાંજરૂ લોક ન થતાં અડધા ક્લાક સુધી પાંજરે પુરાયેલો દીપડો પલાયન થઈ ગયો હતો.

Bharuch news
Bharuch news
author img

By

Published : Jan 22, 2021, 10:45 PM IST

  • ઝઘડીયાના જામોલી ગામે દીપડો પાંજરે પુરાયો
  • પાંજરું લોક ન થતાં દીપડો પલાયન
  • અડધા કલાકમાં જ દીપડો પાંજરામાથી પલાયન

ઝઘડીયા વાલિયા અને નેત્રંગ પંથકના જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દીપડા વસવાટ કરે છે. ઝઘડીયાના જામોલી ગામે દીપડાનો આંતક વધતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ પાંજરામાં શુક્રવારે સવારના સમયે દીપડો પુરાયો હતો. આ અંગેની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને દીપડાના ફોટા પણ પાડ્યા હતા પરંતુ આ બાદ જે થયું તેનાથી લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. લગભગ અડધો કલાક સુધી દીપડો પાંજરામાં જ પુરાયેલો રહ્યો હતો. જો કે પાંજરૂ લોક ન થતાં દીપડો લોકો વચ્ચેથી જ જંગલ વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. સદનસીબે દીપડાએ નજીકમાં ઉભેલા લોકો પર હુમલો કર્યો ન હતો.

ઝઘડીયા
ઝઘડીયા

દરવાજામાં ક્ષતિ સર્જાઈ

આ અંગે રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર મહેશ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે, દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું પરંતુ કોઈ ક્ષતિના કારણે પાંજરાનો દરવાજો બરાબર બંધ થયો ન હતો. આથી દીપડો ભાગી ગયો છે. વન વિભાગ દ્વારા પુન:આજ સ્થળે પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.