દ્વારકા: દ્વારકામાં હાલ નાતાલ પર્વને લઈને યાત્રિકોની ભારે ભીડ ઉમટી (huge crowd at Dwarka on Christmas Day) છે. એક તરફ કોરોનાનો ખતરો ફરી મંડરાય રહ્યો છે ત્યારે બીજી તરફ લોકો વેકેશનમા પરિવાર સાથે નીકળી પડ્યા (huge crowd of pilgrims Dwarka) છે. યાત્રાધામ દ્વારકામાં (Pilgrimage Dwarka) નાતાલ પર્વ પર યાત્રિકોની ભારે ભીડ દ્વારકામાં જોવા મળી રહી છે. હાલ દ્વારકામાં યાત્રિકો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા છે. મંદિર પરિસર તેમજ બહાર લાંબી કતારોમાં યાત્રિકો જોવા મળી રહ્યા છે. હાલ દ્વારકા ભારે ભીડ યાત્રિકોની જોવા મળી રહી છે.
યાત્રિકોની ભારે ભીડ: નાતાલનું વેકેશન શરૂ થતા જ યાત્રિકો દ્વારકામાં ઉમટી પડ્યા (huge crowd at Dwarka on Christmas Day) છે. પરિવાર સાથે યાત્રિકો નાતાલના મીની વેકેશનમાં દ્વારકા (mini vacation at dwaraka) આવી પહોંચ્યા છે. હોટેલો પણ દ્વારકામાં ફૂલ થઈ ચુકી છે. પ્રવાસીઓ પર આર્થિક રીતે નિર્ભર રહેતી દ્વારકા નગરી ફરી યાત્રિકોની ભીડથી ધમધમી છે. વેપાર ધંધામાં તેજી આવી છે. યાત્રિકોની ભીડ થવાંથી નાના મોટા તમામ વેપાર ધંધામાં હાલ ખુબ તેજી આવી છે. દ્વારકાના આસપાસના તમામ પ્રવાસન સ્થળો પર યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે. દ્વારકાધીશ મંદિરના સીડી તેમજ મોક્ષ દ્વારે પણ લાંબી કતારોમાં યાત્રિકો જોવા મળી રહ્યા (huge crowd at Dwarka on Christmas Day) છે.
આ પણ વાંચો સુરતમાં દુબઈથી આવેલા યુવક કોરોના પોઝિટિવ, સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યાં
કોરોના ફેલાવવાની ચિંતા: હાલ એક તરફ કોરોનાંના નવા વેરીએન્ટ દસ્તક દીધી છે ત્યારે બીજી તરફ યાત્રિકોની વધતી ભીડ તંત્રની ચિંતા પણ વધારી શકે છે. આવી ભીડ વચ્ચે કોવીડ નિયમોનું પાલન કરાવવુ અશક્ય છે. આટલી ભીડ વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ જાળવવા પણ મુશ્કેલ છે. આ ખતરા વચ્ચે યાત્રિકો જાણે અજાણ બની એક દમ બિન્દાસ વેકેશનનો આનંદ માણી રહ્યા છે. બીજી તરફ પોલીસ પ્રસાસન અહીં ભીડ વધતા સતર્ક બની કામ કરતુ થયું છે. સુરક્ષા વધારી દેવાઈ છે અને યાત્રિકોની સુરક્ષા સલામતીને ધ્યાને લઇ કાળજી લેવાઈ રહી છે.
આ પણ વાંચો હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં કોરોનાથી લડવા તંત્ર સજ્જ
દરિયા કિનારા વિસ્તારમાં ભારે ભીડ: દ્વારકામાં નાતાલ પર્વ પર આ વર્ષે ફરી એક વખત ભીડ ઉમટી છે ત્યારે હાલ દ્વારકામાં ગોમતીઘાટ, મંદિર પરિસર સહીત પંચકુઈ અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે ભીડ યાત્રિકોની જોવા મળી રહી છે. દ્વારકાના આસપાસના તમામ પ્રવાસન સ્થળો પર યાત્રિકોની ભારે ભીડ ઉમટી છે.