દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામ તમામ પ્રાથમિક સુવિધાથી સજ્જ છે. ગામને ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુક્ત કરવા સહિયારા સાથથી 100 ટકા શૌચાલયનો લક્ષ્યાંક પૂર્ણ કરી ઘરે ઘરે શૌચાલય બનાવવામાં આવ્યા છે. ગામના તમામ રસ્તાઓ CC રોડ છે, અને બન્ને બાજુ હરિયાળી ક્રાંતિ ઉભી કરવા વૃક્ષોનું વાવેતર કરાયું છે. 100 ટકા શૌચાલયની સુવિધા અને 100 ટકા સીસીરોડની સુવિધા ઉભી કરાઈ છે. અનેક વિધ સુવિધાસભર કેશોદ ગામે સમગ્ર દેશમાં મોડેલ ગામ તરીકે સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે.ત્યારે અંધકારને જાકારો આપવા LED લાઇટથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે.ગૌશાળામાં પંખા અને મ્યુઝિકની સુવિધા છે.શિક્ષિત રંજન બેનને સરપંચ તરીકે ગ્રામજનોએ ગામનું શુકાન સોંપતા તમામ પ્રાથમિક સુવિધાઓ સરપંચ દ્વારા ઉભી કરવામાં આવી છે.ત્યારે પશુઓ માટે પણ સુવિધા ઉપલબ્ધ કરતા ગામમાં અત્યંત આધુનિક ગૌશાળાનું નિર્માણ કરાયું છે.ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં 2700 જેટલી વસ્તી અંદાજીત 500 ખોરડામાં વસવાટ કરે છે. ગામમાં અઢારે વરણના લોકો એકમેકને હળીમળીને રહે છે.
કેશોદ ગામના શિક્ષિત મહિલા સરપંચે સહિયારા સાથથી ગામને મોડેલ બનાવ્યું છે.ત્યારે ગામના ખેડૂતોની સરકારની ઓનલાઇન કામગીરી ગ્રામ પંચાયતમાં જ કરી આપવામાં આવે છે. ગામના તમામ મુખ્ય રસ્તાઓ પર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. ગામમાં વસતા પછાત વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્લોટ ફાળવી ઘરનું ઘર બનાવી દેવાયું છે. કેશોદ ગામની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાતા સમગ્ર જિલ્લાએ ગૌરવ અનુભવ્યું છે.
2018/19ના રાષ્ટ્રિય કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ વ્યક્તિઓને સન્માનિત કરવાના એક કાર્યક્રમનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી 29 જેટલા મોડેલ ગામડા પસંદ કરાયા હતાં. તેમાં ગુજરાતનું નંબર.1 મોડેલ ગામ તરીકે કેશોદ ગામની પસંદગી થતા રાષ્ટ્રીય કક્ષાએ ગામ ઝળક્યું છે . ત્યારે અન્ય ગ્રા.પં.એ મોડેલ ગામ કેશોદની મુલાકાત લઇ શીખ મેળવવી જોઇએ.