દ્વારકા: દ્વારકા જિલ્લાની કુલ 128 ગ્રામ પંચાયતની સામાન્ય અને 18 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી (Gram Panchayat Election 2021)ની તૈયારીઓને વહીવટી તંત્રએ આખરી ઓપ આપી દીધો છે. સમગ્ર રાજ્યની સાથે સાથે દ્વારકા જિલ્લા (Gram Panchayat elections in Dwarka district)માં હાલ 156 ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat elections in gujarat) યોજાઈ રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 2,99,393 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
સરપંચના હોદ્દા માટે 341 ઉમેદવારો મેદાને
દ્વારકા જિલ્લામાં સરપંચના હોદ્દા માટે કુલ 341 ઉમેદવારો મેદાને ઉતર્યા છે, જ્યારે સભ્યના હોદ્દા માટે 2013 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લાની કુલ 174 ગ્રામ પંચાયત ચૂંટણીમાં હાલ 28 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી, જેમાં ખંભાળિયા તાલુકા (gram panchayat in khambhalia taluka)ની 8, ભાણવડ તાલુકાની 8, કલ્યાણપુર તાલુકાની 5 અને દ્વારકા તાલુકાની 7 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ હતી.
344 બૂથો પર મતદાન પ્રક્રિયા યોજાશે
આ ચૂંટણી માટે કુલ 40 ચૂંટણી અધિકારીઓ (election officials dwarka gram panchayat election) નીમવામાં આવ્યા છે. 344 બૂથો પર મતદાન પ્રક્રિયા (dwarka gram panchayat election voting) યોજાશે. આમાંથી 14 અતિ સંવેદનશીલ બૂથ (dwarka gram panachayat sensitive booth) છે અને 89 સંવેદનશીલ બૂથ આવેલા છે. તમામ બૂથ પર મળીને કુલ 399 પોલીસ સહિત 556 હોમગાર્ડ તેમજ GRDના જવાનો તૈનાત રહેશે.
આ પણ વાંચો: Gram Panchayat Election 2021: સરપંચની ચૂંટણી જીતવા ચવાણાનો સહારો, પેકેટોની લ્હાણી
આ પણ વાંચો: Gram Panchayat Election 2021: પ્રચાર પડઘમ શાંત, 19 ડિસેમ્બરના રોજ સવારે 7થી 6 વાગ્યા સુધી યોજાશે મતદાન