દેવભૂમિ દ્વારકા: જિલ્લાના ખંભાળિયા ભાણવડના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત, તે વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે તેમજ આસપાસના લોકોને હોમ કવોરેન્ટાઇન કરાયા છે.
ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પત્ની તેમજ પરિવારજનોના સેમ્પલ લેવામાં આવ્યા છે. 2017માં પબુભા માણેક સામે સુપ્રીમ કોર્ટમાં લડત આપનાર પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા દ્વારકા જિલ્લામાં ચિંતાનો માહોલ છવાયો છે.