ETV Bharat / state

દ્વારકાના ખંભાળિયાના વોર્ડ નંબર-5માં કિન્નરે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી - દ્વારકા સમાચાર

દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં હાલ ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વોર્ડ નં. 5માં કિન્નર સમાજમાંથી વસંતીદે કુસુમદે નાયકે ઉમેદવારી નોંધાવી અને પોતાનો પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. તેમણે 2010માં અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું અને વિજેતા થયાં હતાં. આ વખતે ફરી તેઓએ અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે

વાસંતીદે કુસુમ દે નાયકે ચૂંટણીમાં ઝંપલાવ્યું

author img

By

Published : Feb 17, 2021, 12:30 PM IST

  • કિન્નર ઉમેદવારે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું
  • વાસંતીદે કુસુમ દે નાયકે ચૂંટણીમાં ઝંપલાવ્યું
  • 2010માં અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું અને વિજેતા થયા હતાં
  • ભાજપ અને કોંગ્રેસ માટે પડકાર
  • સેવાકીય ભાવના સાથે ફરી મેદાનમાં ઉતર્યા

દ્વારકાઃ ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીની મોસમ છે ત્યારે કિન્નર સમાજના ઉમેદવારે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કિન્નર સમાજમાંથી આવતા વાસંતી દે કુસુમદે નાયક 2010માં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં આ જ વોર્ડમાં અગાઉ અપક્ષ તરીકે વિજેતા રહી ચૂકયા છે ત્યારે આ વખતે ફરી તેઓએ અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેઓએ બ્રાહ્મણોને બોલાવી હવન કરી પૂજા-અર્ચના કરી પોતાના વિસ્તારમાં પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું.

દ્વારકાઃ ખંભાળિયાના વોર્ડ નંબર 5માં અપક્ષમાંથી કિન્નરે ફોર્મ ભર્યું

વોર્ડ નંબર-5માં તેમની કામગીરી કાબિલે-તારીફ

વોર્ડ નંબર 5માં તેમની કામગીરી કાબિલે-તારીફ રહી છે. સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેનાર વાસંતીદે કુસુમદે નાયકે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓ ઘરે ઘરે જઈને લોકોને મત આપવાની અપીલ કરી રહ્યા છે. કિન્નર સમાજના ઉમેદવાર ચૂંટણી લડતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. ખંભાળિયામાં વોર્ડ નંબર 5માં કિન્નર સમાજમાં પણ હર્ષની લાગણી છે. તેમના સમાજના મોભી જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સમાજના લોકો બજારમાં નાચી જશ્ન મનાવી રહ્યાં છે. લોકો પણ તેમને આવકારી રહ્યા છે કેમ કે કિન્નર સમાજના ઉમેદવારે સામાજિક સેવાકીય કાર્યો થકી એક આગવી ઓળખ પોતાની સમાજમાં ઊભી કરી છે. કિન્નરોને પણ સમાજમાં ઈજ્જત ભર્યું સ્થાન તે વિસ્તારના લોકો આપી રહ્યાં છે એ વાતનો પુરાવો પણ લોકોએ વર્ષ 2010ની ચૂંટણીમાં આપી દીધો હતો. તે વખતે કિન્નર વાસંતી દે કુસુમદે નાયક ચૂંટાઈ આવ્યાં હતા. આ તેમની બીજી વખતની ચૂંટણી છે. વચ્ચે ટર્મમાં તેઓએ વિરામ લીધો હતો ફરી તેઓ સેવાકીય ભાવના સાથે મેદાનમાં ઉતર્યા છે ત્યારે લોકો પણ તેમને માનભેર આવકાર આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.