ETV Bharat / state

Dwarka Phooldol Festival: દ્વારકામાં ઠાકોરના વધામણા, ફુલડોલ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપતું જિલ્લા વહીવટી તંત્ર

author img

By

Published : Mar 5, 2023, 4:08 PM IST

દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકામાં કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરી ગેટ અને ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં આવતા હોઈ છે ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે.

Dwarka Phooldol Festival
Dwarka Phooldol Festival
દ્વારકાધિશ મંદિરે ફુલ્ડોલ મહોત્સવની તૈયારીઓ

દ્વારકા: ફુલડોલ ઉત્સવને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકામાં કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરી ગેટ અને ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં આવતા હોઈ છે ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં કીર્તિસ્તંભથી એન્ટ્રી થાય છે અને 56 સીડી સ્વર્ગ દ્વારેથી યાત્રિકોને પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકામાં પદયાત્રીઓનો સંઘ ધીમે ધીમે જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સેવા કેમ્પ પણ શરુ થવા લાગ્યા છે.

દ્વારકાધીશની એક ઝલક પામવા પગપાળા : દ્વારકા જિલ્લા એસ.પી.નીતીશ પાંડેએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ હાઇવે રોડ પર લોકોને વાહન ધીમે ચલાવવા અનુરોધ કરાયો છે. તો યાત્રિકો પણ ભગવાન દ્વારકાધીશની એક ઝલક પામવા દૂર દૂરથી પગપાળા દ્વારકા તરફ આવી રહ્યા છે. યાત્રિકોની ભારે આ વખતે દ્વારકામાં ઉમટવાની છે ત્યારે તંત્ર પણ તડામાર તૈયારી કરી ચૂક્યું છે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTVની મદદથી બાજ નજર રાખવામાં આવશે. તો દ્વારકા પોલીસ દ્વારા 1 એસ.પી.6 DYSP 17 જેટલા પી.આઇ.પી.એસ.આઇ સહિત કુલ 1200 જેટલા પોલીસ હોમ ગાર્ડ, જી. આર. ડિ. ના જવાનો તૈનાત રેહસે.તો એલ.સી.બી.એસ. ઓ.જી. ની ટીમ સહિત પોલીસ ની સી ટીમ પણ ભક્તો ને મદદે હાજર રહેશે.

ભક્તોની ભીડ વધવાની શક્યતા: તો પ્રાંત અધિકારી પાર્થ તલસાનીયા ના જણાવ્યા મુજબ હાલ ભક્તોની ભીડ વધવાની શક્યતા હોઈ તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે , અલગ પાર્કિંગ જોન કરવામાં આવ્યા છે એટલું જ નહિ પગ પાળા આવતા યાત્રિકો ને રસ્તા પર પરેશાની ના થાઈ તે હેતુ થી વન વે રોડ જાહેર કરાયા છે તો હાઇવે પર કોઈ અકસ્માત ના થાઈ તે માટે ગતી મર્યાદા પણ તંત્ર દ્વારા નકી કરી દેવાય છે.

Research on Dwarka Temple: દરિયામાં ડૂબેલી દ્વારકાનગરી વિશે ઇતિહાસના સંશોધકે કર્યું સંશોધન

ફૂડ વિભાગને પણ એલર્ટ રખાયું : બીજી તરફ દ્વારકા પધારતા ભક્તો માટે હોટેલ ,ધર્મશાળા મા વધુ ભાડા ના લેવાય તે પણ ધ્યાન તંત્ર દ્વારા લેવાય રહ્યું છે તો મોટી સંખ્યામાં આવતા ભક્તો ને જમવાનો આહાર પણ ઉતમ મળે તે માટે ફૂડ વિભાગને પણ એલર્ટ રખાયું છે એટલું જ નહિ અહી પધારતા ભક્તો ને તબીબી સારવાર ની જરૂર પડે તો તે માટે અલયાદી આરોગ્ય ની ટીમ પણ તંત્ર દ્વારા અહી તેનાત કરાઇ છે.સાથે જ આટલી મોટી ભીડ માં કોઈ અનીછીનીય ઘટના ના બને તે માટે વધારા નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. ત્યારે તંત્ર અને મંદિર સમિતિ દ્વારા ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રમવા તમામ તૈયારીઓ ને આખરી પૂર્ણ કરાઇ છે .અને તંત્ર દ્વારા 8 તારીખના ફુલડોલ ઉત્સવનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ સંગ હોળી ઉજવવા અધિરા બન્યા છે.

દ્વારકામાં 'દેવભૂમિ કોરિડોર' હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા બનશે

કીર્તિસ્તંભથી 56 સીડી સ્વર્ગ દ્વારેથી એન્ટ્રી : હાલ યાત્રિકોની સંખ્યામાં આ વખતે વધારો જોવા મલી રહ્યો હોઈ દ્વારકામાં હાલ કીર્તિસ્તંભથી 56 સીડી સ્વર્ગ દ્વારેથી એન્ટ્રી યાત્રિકો મેડવશે અને મોક્ષ દ્વારેથી બહાર નીકળશે આયોજન અને વ્યવસ્થા ના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતા તરફ છે.દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે ત્યારે ભક્તો પણ ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રંગાવા આધિરા બન્યા છે ત્યારે દ્વારકામાં હાલ યાત્રિકોની ભારે ભીડ ઉમટી રહી છે દ્વારકામાં બજારોમાં માનવ મહેરામણ ઉમટ્યો છે દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.