ETV Bharat / state

દ્વારકામાં પાંચ દિવસમાં બીજી હત્યા - Threw the corpse

દ્વારકા જિલ્લાના કુરંગા ગામ નજીક વિસ્તારમાંથી 30 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવકની કોઈએ હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યું છે.

દ્વારકામાં પાંચ દિવસમાં બીજી હત્યાની ઘટના

author img

By

Published : Feb 6, 2021, 10:42 PM IST

  • દ્વારકામાં 51 દિવસમાં હત્યાની બીજી ઘટના
  • હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હોવાનું પ્રાથમિક તારણ
  • આત્મહત્યા કરી લીધો કે પછી હત્યા તેઅંગે પોલીસ તપાસ હાથ ધરાઇ

દેવભૂમિ દ્વારકા : કુરંગા ગામ નજીક વાડી વિસ્તારમાંથી વાલાભાઈ રણમલભાઈ હાથીયા (ઉ.વ.30)નો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસ તંત્રને જાણ કરતા દ્વારકા પોલીસ દફતરના PI પી. બી. ગઢવી તેમજ DYSP ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે દ્રારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ

યુવકની કોઈએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ પોલીસ વિભાગ દ્બારા લગાવાઈ રહ્યું છે. યુવકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ દ્બારકાથી સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા. યુવકનો મૃતદેહ આ રીતે મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. યુવકએ આપઘાત કરી લીધો કે પછી હત્યા કરવામાં આવી છે વગેરે બાબતો અંગે પોલીસ દ્બારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.