દ્વારકાઃ લોકડાઉન દરમિયાન ફરજ પર જતા ખંભાળિયાના તલાટીને ત્રણ પોલીસ કર્મચારીએ માર મારતા જિલ્લા પોલીસ વડાએ ત્રણે કર્મચારીઓને સ્થળ બદલી કરીને સજા ફટકારી હતી.
લોકડાઉન દરમિયાન તારીખ 20ના રોજ ખંભાળિયાના ત્રણ પોલીસ કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર જતા લોકો પાસે દંડ વસૂલાતા હતા, ત્યારે ખંભાળિયા નજીકના હર્ષદપુર ગામના તલાટી-કમ-મંત્રી પ્રિન્સ મંડપિયા ફરજ પર જતા તેમણે આ પોલીસ કર્મચારીને પૂછ્યું કે તમે આ દંડ શેનો ઉઘરવો છો ત્યારે આ ત્રણે પોલીસ કર્મચારીઓએ આ તલાટીને તેની ઓળખની પૂછંતાછ કરી હતી.
તલાટીનું આઈ કાર્ડ જોયા બાદ પણ ત્રણે પોલીસ કર્મચારીઓએ તલાટીને માર મારતા, દેવભૂમિ દ્વારકા જિલ્લા તલાટી મંડળે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી હતી.
આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ દ્વારા ત્રણેય પોલીસ કર્મચારીને પોલીસ હેડ કવાર્ટર માંથી ખંભાળિયાથી હિસાબી શાખામાં સજા રૂપે બદલી કરી હતી.