દેવભૂમિ દ્વારકાઃ જિલ્લા આરોગ્ય અધિકારી આર. બી. પટેલના જણાવ્યા અનુસાર, હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય જિલ્લાઓ કરતા પરિસ્થિતિ થોડીક કંટ્રોલમાં છે. તેમજ બહારથી આવેલા લોકોને તેમના ઘરોમાં જ કોરોનેટ રાખવામાં આવ્યા છે અને તેની સંપૂર્ણ તપાસ અને ચેકિંગ કરવામાં આવી રહ્યી છે. તેમજ જે લોકોને તેના ઘરમાં કેવી રીતે રહેવું તેની સંપૂર્ણ માહિતી આપી છે. તેમજ આ સિવાય ઘરના અન્ય વ્યક્તિઓએ કેવી રીતે આરોગ્યને ધ્યાનમાં રાખી અને આ વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે પણ સંપુર્ણ માહિતી આપી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર બંદર ખાતે અંદાજે સૌથી ઉપરની ઘરને કોરોનેટ કરવામાં આવ્યા છે, તેમની પણ જિલ્લા કલેકટર દ્વારા આરોગ્ય અધિકારીની સાથે રાખીને મુલાકાત લેવામાં આવી હતી. સંપૂર્ણ વિગતો જાણીને સલાહ સુચનો આપવામાં આવ્યા હતા.