દેવભૂમિ દ્વારકા : દ્વારકામાં 21 જેટલા ટાપુઓ પર લોકોના અવર જવર પર તંત્ર એ રોક લગાવી છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 24 ટાપુ આવેલા છે જે ટાપુમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે. જ્યારે 22 ટાપુઓ માનવ વસવાટ રહીત છે. જે પૈકી નરારા ટાપુ માટે કલેકટરે સુધારા જાહેરનામું બહાર પાડ્યું છે. ટાપુ પર તારીખ 8,8,2023 સુધી લોકોને અવર જવર માટે રોક લગાવવામાં આવી છે.
શાંતિ સલામતી માટે જરૂરી પગલાં : દ્વારકાના કેટલાક નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રદ્ધાળુ અવરજવર કરતા હોય છે. આ શ્રદ્ધાળુ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સો હોય છે, ત્યારે ગેરકાયદેસર શખ્સો નિર્જન ટાપુઓ પર આશરો મેળવીને હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શક્યતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જૂથો સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓનો તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો ભીડભાડવાળા સ્થળોએ હુમલો કરી ભાંગ તોડ કરવી હિંસા અને ત્રાસ ફેલવાની શક્યતાને ધ્યાને લઈ જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુહેલ શાંતિનો ભંગ ન થાય તેના માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
અવરજવર કરવા જાહેરનામું : ઉલ્લેખનીય છે કે, ત્રાસવાદ અને હિંસા દ્વારા લોકોમાં ભય આતંક ફેલાવી તેમજ દેશના મહત્વના લશ્કરી, અર્ધલશ્કરી ઉદ્યોગિક ધાર્મિક ઠેકાણા પર હુમલો કરવા, રાષ્ટ્રવિરોધી દાણચોરી તેમજ જાહેર સલામતીને જોખમમાં મૂકી ગેરકાયદેસર પ્રવૃત્તિ સંભાવના નિવારવાઆ કારણો બનતા હોય છે. ત્યારે દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાના આ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ નહીં મળે. તારીખ 10 જુન, 2023થી 8 જુન 2023 સુધી અમલમાં રહેશે. તેમજ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે ટાપુઓ પર ધ્યાન રખાશે.