- ભાડથરથી ભિંડા ગામને જોડતા રસ્તાનું કામ સત્વરે પુરૂં કરવા માગ
- સીમમાં વસવાટ કરતા ખેડૂતોને કરવો પડી રહ્યો છે તકલીફનો સામનો
- 5 કિમી રોડ પૈકી 3 કિમી રોડનું કામ પૂર્ણ કરાયું
ખંભાળીયા: ખંભાળીયા તાલુકાના ભાડથર ગામથી ભિંડા ગામ સુધીનો 5 કિમીનો રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જે પૈકી ભાડથર ગામથી ભિંડા ગામ સુધીનો 3 કિમીનો ડામર રોડ આશરે ત્રણ વર્ષ પહેલાં બની ગયો છે. જ્યારે બાકીનો 2 કિમીનો રોડ કોઈ કારણોથી હજી સુધી તૈયાર કરવામાં આવ્યો નથી. જેના લીધે ભાડથર, ભિંડા, ભારાબેરા અને કેશોદ ગામની સીમમાં વસવાટ કરતા ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તાનું કામ પૂર્ણ કરવા ગ્રામજનોએ આવેદન આપ્યું
ખંભાળીયા તાલુકાના ભાડથર ગામથી ભિંડા ગામ સુધીનો 5 કિમીનો રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જે પૈકી ભાડથર ગામથી ભિંડા ગામ સુધીનો 3 કિમીનો ડામર રોડ આશરે ત્રણ વર્ષ પહેલાં બની ગયો છે. જ્યારે બાકીનો 2 કિમીનો રોડ કોઈ કારણોથી હજી સુધી તૈયાર કરવામાં આવ્યો નથી. જે અંગે ગ્રામજનોએ ખંભાળીયાના નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગન આવેદન પત્ર આપીને રસ્તાનું પડતર કામ સત્વરે પૂર્ણ કરવા માગ કરી છે. જો આ અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
ખરાબ રસ્તાને કારણે પડી રહી છે તકલીફ
ઉલ્લેખનીય છે કે, સ્થાનિકોને જીવન જરૂરી સાધન સામગ્રીની હેરફેર માટે અને પરીવહન માટે ગાડા માર્ગનો ઉપયોગ કરવો પડે છે. આ રસ્તા ઉપર અંદાજીત 20થી વધુ ગામના લોકો સહિત અનેક વાહનો અવરજવર કરે છે. અનેક ગામનો ઉપયોગી એવો એક માત્ર આ રસ્તો જે ચોમાસામાં વરસાદને કારણે બંધ થય જાય છે. જેથી ભાડથરથી ભિંડા જવા માટે લોકોએ 30 કિમી અંતરનો રસ્તો પસાર કરીને જવા મજબૂર થવું પડે છે. તેમજ ભાડથર અને ભિંડાની સિમમાં વસવાટ કરતા લોકો સંપર્ક વિહોણા બની જાય છે. ઉપરાંત ભિંડાથી ભાડથર વચ્ચે બનેલા રોડને કારણે અનેક ખેડૂતોની જમીન પણ કપાતમાં ગઈ હતી. તેમ છતાં આટલા વર્ષો વિતવા છતાં રસ્તો નહીં બનતા હવે ગ્રામજનોએ ગાંધઈ ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.