હાલમાં યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દ્વારકાધીશ મંદિર વહિવટી તંત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા હજ્જારોની સંખ્યામાં યાત્રાળુઓ આવશે તેવી આશાએ સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ETV ભારતની ટીમે દ્વારકા એસ.ટી. ની મુલાકાત લીધી હતી, જ્યાં કંઈખ અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી.
એસ.ટી. મેનેજરે જણાવ્યું હતું કે, આ વર્ષે યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ગત્ વર્ષે સાતમના દિવસે દ્વારકા ડેપોની આવક સાડા 4.5 લાખ હતી જે આ વર્ષે સાતમના દિવસે ઘટીને 3 લાખ 90 હજાર જેટલી નોંધાઈ છે. આ અંગે કારણ દર્શાવતા તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદના કારણે યાત્રાળુઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે