ETV Bharat / state

Cyclone Biparjoy: સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકા વહીવટી તંત્ર એલર્ટ, તમામ કન્ટ્રોલ રૂમ 24 કલાક ચાલુ, શેલ્ટર હોમની વ્યવસ્થા કરાઈ - બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકા વહીવટી તંત્ર એલર્ટ

અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ ડિપ્રેશનના લીધે ઉત્પન્ન થયેલ વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને દ્વારકા વહીવટ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. મલ્ટીપર્પસ સાયકલોન સેન્ટર પર પણ યોગ્ય વ્યવસ્થા શરૂ કરાઇ છે. સાથે જ જરૂર પડે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને શેલ્ટર હોમ પર ખસેડવામાં આવશે. તમામ સ્થળો પર જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ પૂરી પડી રહે તે બાબતે તંત્ર તમામ કાળજી લઈ રહ્યું છે.

Cyclone Biporjoy
Cyclone Biporjoy
author img

By

Published : Jun 7, 2023, 10:18 PM IST

Updated : Jun 8, 2023, 4:22 PM IST

દ્વારકા વહીવટી તંત્ર એલર્ટ

દ્વારકા: સંભવિત વાવાઝોડા બિપરજોયને લઈને દ્વારકા વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. તમામ બંદરો ઓખા, સલાયા, વાડીનાર પર હાલ 2 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આવનારી આફત સામે લડવા વહીવટી તંત્ર, પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી સહિતની તમામ એજન્સીઓ સાથે મળીને કામગીરી કરી રહી છે અને તમામ જાતની આફતોને પહોંચી વળવા દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સજજ છે.

તમામ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ: હાલ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આવેલ તમામ કન્ટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રખાયા છે. સાથે જ મલ્ટીપર્પસ સાયકલોન સેન્ટર પર પણ યોગ્ય વ્યવસ્થા શરૂ કરાઇ છે. સાથે જ જરૂર પડી નીચાણ વાળા વિસ્તારમાંથી લોકોને સેલટર હોમ પર ખસેડવામાં આવશે તેમજ તમામ સ્થળો પર જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ પૂરી પડી રહે તે બાબતે તમામ કાળજી તંત્ર લઈ રહ્યું છે.

દ્વારકાના દરિયામાં કરંટ: સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ઉત્પન્ન થયેલ સંભવિત વાવાઝોડાની અસર દ્વારકાના દરિયામાં પણ જોવા મળી હતી. દ્વારકા જિલ્લાના ઓખા સલાયા અને વાડીનાર બંદરે ખૂબ જ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. સાથે જ યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ ગોમતીઘાટ ભડકેશ્વર મંદિર જેવા વિસ્તારમાં પણ અંદાજે 10 થી 15 ફુટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. સાથે જ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે એટલું જ નહીં એમાં માછીમારોને પોતપોતાની બોટ બંદરે સલામત રીતે લગાડવાની પણ તંત્ર દ્વારા જાગૃત કરવામાં આવી છે

ફેરી બોટ સર્વિસ બંધ: બિપરજોય વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. રાજ્યમાં વાવાઝોડાની અસર દરિયા કિનારે જોવા મળી રહી છે. ઓખાથી બેટદ્વારકા સુધીના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે ઓખાથી બેટ દ્વારકા સુધી ફેરી બોટ સર્વિસ બંધ રાખવામા આવી છે. ઓખા અને બેટદ્વારકા જેટી પર જવા પર યાત્રાળુઓને મનાઈ કરવામાં આવી છે.

વહીવટી તત્ર વાવાઝોડાને પહોંચી વળવા સજ્જ: દ્વારકા જિલ્લાના કલેક્ટરશ્રી અશોક શર્માએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ભારતીય હવામાના વિભાગની આગાહી છે એ મુજબ જે સંભવિત વાવાઝોડું જેનું નામ બિપરજોય છે. જે ગોવાથી 800 કિલોમીટર દૂર અને પોરબંદરથી આશરે 1050 કિલોમીટર દૂર છે જે એક મોટા વાવાઝોડામાં પરિવર્તી શકે છે. જો વાવાઝોડું આપણા દરિયાકિનારે આવે તો તેના પૂર્વ ઉપાયના પૂરેપૂરા પગલાં વહીવટી તત્રએ લીધા છે. જેમાં તમામ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ છે. આ ઉપરાત જો સંભવિત વાવાઝોડામાં દરિયા કિનારે અમારે લોકોનું સ્થળાંતર કરવાનું થાય તો અમારા 4 જેટલા મલ્ટીપર્પસ સેન્ટર છે ત્યાં 1500 જેટલા માણસોને રાખી શકીએ છીએ.

2 નંબરનું ભયજનક સિગ્નલ: આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જે તે ગામની શાળાઓ જે ઉચાણવાળા વિસ્તારમાં છે ત્યાં અમારા રહેવા માટેના સ્ટ્રક્ચર છે. જેમાં તેમને સલામત રીતે રાખી શકીએ છીએ. હાલ ઓખા પરનું બંદર છે તેમાં 2 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અમારી માહિતી મુજબ મોટા ભાગની જે ફિશિંગ બોટ છે તે અત્યારે સલામત રીતે સમુન્દ્ર કિનારે આવી પોહચી છે. અને જેમ જેમ વાવાઝોડાની આગાહી મળતી જશે તેમ વધારાની માહિતી આપતા જઈશું.

  1. Cyclone in Gujarat: છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં આવેલા વિનાશક ચક્રવાતનો ઇતિહાસ
  2. Cyclone Biporjoy Update: રાજ્યમાં "બિપરજોય" વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, હવામાન વિભાગે આપી માહિતી
  3. Biporjoy Cyclone Update : બિપોરજોય વાવાઝોડાના કારણે સુરતના 42 ગામ એલર્ટ કરાયાં, 12 ગામ સૌથી વધુ પ્રભાવિત થશે
  4. Biporjoy Cyclone News : જામનગર દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લાગ્યું, વાવાઝોડાનો ખતરો કેટલો?

Last Updated : Jun 8, 2023, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.