દેવભૂમિ દ્વારકા: દિનપ્રતિદિન ઢગલા બંધ ગુનાઓના કેસો સામે આવી રહ્યાં છે. માણસોમાં ધીરજ ખુંટી ગઇ હોય તેવુ લાગી રહ્યું છે. હાલ દ્વારકા જિલ્લાના હર્ષદ બંદર ખાતેથી હત્યાનો કેસ સામે આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના હર્ષદ બંદર (Harshad port Kalyanpur) પરથી બોટ લઈ જઈ રહેલા સદામ અને અસગર અબાસ પટેલીયા તેજ વિસ્તારના બોટ ધારક (Boat holder) અસગર જુસબ પટેલીયા દ્વારા પોતાની બોટને કેમ ધકો લગાવ્યો પૂછતા સામા પક્ષે જવાબ આપ્યો અમે ધક્કો નહિ લગાવ્યો. આ સાંભળતા જ ગુસ્સે ભરાયેલો આરોપી અસગર જુસબ દ્વારા પહેલા સદામ ઉપર લાકડાના ધોકા (Threat of wood) વડે હુમલો કરતા તેને બચાવવા અસગર અબાસ આગળ આવતા તેને પણ આરોપીએ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
દ્વારકા જિલ્લાના હર્ષદ બંદરએથી સામન્ય બાબતે હત્યાની ઘટના આવી સામે
ભોગ બનનારને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી તુરંતરજ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેમનું મોત નિપજતા સામન્ય મારા મારીનો બનાવ ખૂનમાં પરિણમ્યો હતો
કલ્યાણપુર પોલીસ આવી એક્શનમાં
આ ઘટનાની ગંભીરતા જોઈ તા્કાલિક ધોરણે કલ્યાણપુર પોલીસને (Kalyanpur Police) જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ દ્વારા આરોપી અસગર જુસબ પટેલીયાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી પીધેલ હાલતમાં ચૂંટણી કર્મી ઝડપાયો
dwarka fraud case: દ્વારકા જિલ્લાના ભાટીયા પોસ્ટ ઓફિસના અધિકારીએ કરી 1.55 કરોડની ઊંચાપત