જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખારડા, પટેલકા, ગઢકા અને બાકોડી ગામની મુલાકાત અર્જુનભાઈ મોઢવાડીયાએ લીધી હતી અને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી. આ સમયે સ્થાનિક લોકોએ સરકારની કામગીરી વિશે અને સમસ્યાઓની હૈયા વરાળ ઠાલવી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હાલ ઉનાળાની સિઝનમાં લોકોને અને પોતાના પશુઓને પીવાના પાણીની ખુબ જ મુશ્કેલી ઉભી થઇ રહી છે. પરંતુ સરકાર તરફથી પુરતી સુવિધા મળી નથી અને જીવન જરૂરીયાત માટે મહત્વનું અને પાયાની સુવીધા રૂપે પીવાનું પાણી પૂરતું મળતું નથી. તેમજ જે પાણી મળે છે તે પીવાલાયક નથી. તે પાણી પીવાથી અનેક બીમારીઓનો ભય રહેલો છે.
તેમજ જણાવ્યું કે, ભુતકાળમાં કોંગ્રેસની સરકારમાં પણ ઓછો વરસાદ અને અછતગ્રસ્ત દિવસો આવ્યા હતા પણ તે સમયે કોંગ્રેસની સરકારે લોકોની સમસ્યાને પોતાની સમસ્યા સમજી પુરી મદદ કરી હતી.