ETV Bharat / state

Congress Chitan Shibir Dwarka: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર આકરા પ્રહાર - યુપી વિધાનસભા ચૂંટણી 2022

શક્તિસિંહ ગોહિલે યુક્રેન (Indian students stuck in ukraine)માં ફસાયેલા ભારતીયોને લઇને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જેને બાળક હોય તેને વેદના સમજાય. તેમણે કહ્યું કે આ પરિસ્થિતિ ટાળી શકાઈ હોત. સરકાર ચૂંટણીમાં વ્યસ્ત રહી. તેમણે કહ્યું કે સરકાર ચૂંટણીમોડમાંથી બહાર આવી લોકોને બચાવે.

Congress Chitan Shibir Dwarka: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર આકરા પ્રહાર

author img

By

Published : Feb 25, 2022, 8:14 PM IST

દ્વારકા: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ (Russia Ukraine War) સંકટમાં હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા (Indian students stuck in ukraine) છે. ફસાયેલા લોકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. ફસાયેલા વિદ્યાર્થીઓના 3 હજાર જેટલા પરિવારો ચિંતિત છે. જો કે 'જેને બાળક હોય તેને વેદના સમજાય' તેવો કટાક્ષ કરી શક્તિસિંહ ગોહિલે PM મોદી અને ભાજપ પર પ્રહાર (shakti singh attack on bjp) કર્યા હતા.

જેને પરિવાર હોય તેને આ વેદના સમજાય - શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દર્દનાક પરિસ્થિતિમાં 3 હજાર પરિવારો મુકાયા છે. 3 હજાર કરતા વધુ ગુજરાતી (Gujaratis In Ukraine) અને હજારો ભારતીયો યુક્રેનમાં (Indians In Ukraine) ફસાયા છે. જેને પરિવાર હોય તેને આ વેદના સમજાઇ શકે છે. આ પરિસ્થિતિ ટાળી શકાઇ હોત. 24 તારીખે મેં માંગણી કરી હતી કે, ભારતીયોને પરત લઇ આવો. ત્યારે એરસ્ટ્રીપ શરૂ હતી. અનેક દેશો પોતાના નાગરિકોને પરત લઇ જતા હતા.

આ પણ વાંચો: Russia Ukraine Crisis: યુક્રેનમાં ફસાયેલા લોકોને સરકાર પોતાના ખર્ચે લાવશે ભારત

ચૂંટણી મોડમાંથી માનવતાના મોડમાં આવે સરકાર

તેમણે કહ્યું કે, સરકાર માત્ર ચૂંટણીઓ (Assembly Election 2022)માં વ્યસ્ત રહી. ભાજપના નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત રહ્યા. ચૂંટણી મોડમાંથી સરકાર માનવતાના મોડમાં આવે. હંગેરીથી ભારતીયોને પરત લાવી શકાય તેમ છે. અમે ચિંતન શિબિર (Congress Chitan Shibir Dwarka)માં ઠરાવ પસાર કર્યો કે, સરકાર આપણા લોકોને પરત લાવે. ત્યાંના લોકો સંદેશા મોકલાવે છે કે, એમ્બેસી મદદ કરતી નથી. સરકાર ઉત્તર પ્રદેશની ચૂંટણી (UP Assembly Election 2022)માંથી બહાર આવી લોકોને બચાવે.

આ પણ વાંચો: Congress Chintan Shibir Dwarka: અંગ્રેજો સામે ઝૂક્યાં નથી તો ભાજપ શું ચીજ છે! ચિંતન શિબિરમાં કોંગ્રેસના BJP પર પ્રહાર

સરકાર વિદેશ નીતિમાં સદંતર નિષ્ફળ ગઈ

તેમણે વધુમાં કહ્યું કે, 5 દિવસ પહેલા મેં યુક્રેન (Russia Ukraine Crisis)માંથી ભારતીય નાગરિકોને તાત્કાલિક અને સુરક્ષિત પરત ફરવાની માંગ કરી હતી. સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી નહીં અને આજે આપણા નાગરિકો યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા છે. સરકાર વિદેશ નીતિમાં સદંતર નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસના રાજ્ય સાંસદે આરોપ લગાવ્યો કે, આવી વિષમ પરિસ્થિતિમાં એર ઈન્ડિયામાં ભાડું ત્રણથી ચાર ગણું વધાર્યું છે. આવું એટલા માટે થયું કારણ કે, સરકારે એર ઈન્ડિયાને વેચી દીધી હતી. તેમણે વિદ્યાર્થીઓને તાત્કાલિક સલામત લાવવા માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.