ETV Bharat / state

સુરક્ષાના ભાગ રૂપે છેવાડાના ઓખા બંદરે ચેકપોસ્ટનું લોકાર્પણ કરાયું

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા ઉપર સુરક્ષાની દ્વષ્ટિએ પોલીસ દ્વારા અનેક સુવિધાઓ વિકસાવવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠનો દ્વારા ગુજરાત પર બાજ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર સતર્ક બની છે અને દરિયાઇ વિસ્તારોમાં સુરક્ષા વધારીને સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આ સુવિધાના ભાગ રૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંતિમ બંદર એટલે કે, ઓખા બંદરની નજીક એક મહત્વની ચેકપોસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સુરક્ષાના ભાગ રૂપે છેવાડાના ઓખા બંદરે ચેકપોસ્ટનું લોકાર્પણ કરાયું
author img

By

Published : Sep 24, 2019, 6:39 PM IST

ઓખા બંદર સરહદી વિસ્તાર હોવાથી તંત્રને અહીં 24 કલાક આંખો ખુલ્લી રાખવી પડે છે. તેથી ઓખા સાગર પર ફિશિંગ બોટ એસોસિએશન દ્વારા નિર્મિત ઓખા મરીન પોલીસ સ્ટેશન ડાલ્ડા બંદર ઉપર એક મહત્વની ચેકપોસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઓખા બંદર પર ઉપર હજારોની સંખ્યામાં ગુજરાત બહારના માછીમારો માછીમારી કરવા આવતા રહે છે. તેથી તેઓને પુરતી સગવડો આપવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ તેમજ એ.એસ.પી પ્રશાંત સુમ્બેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Intro:દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના ઓખા બંદરે ઓખા મરીન પોલીસ સ્ટેશન અંન્ડરમા આવેલા ડાલડા બંદર ઉપર ચેકપોસ્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું

Body:ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાઈ કિનારા ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ દ્વારા અનેક સુવિધાઓ વિકસાવવામાં આવે છે આ સુવિધાના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંતિમ બંદર એટલે ઓખા બંદર આ બંદર ઉપર હજારોની સંખ્યામાં ગુજરાતમાં ગુજરાત બહારના માછીમારો માછીમારી કરવા આવે છે.

સરહદી વિસ્તાર હોવાથી તંત્રએ અહીં 24 કલાક આંખો ખુલ્લી રાખવી પડે છે તેથી ઓખા સાગર પુત્ર ફિશિંગ બોટ એસોસિએશન દ્વારા નિર્મિત ઓખા મરીન પોલીસ સ્ટેશન ડાલ્ડા બંદર ઉપર એક અતિ મહત્વની ચેકપોસ્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રોહન આનંદ તેમજ એ.એસ.પી પ્રશાંત સુમ્બેના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ

Conclusion:બાઇટ. 01 :- રોહન આનદ, ડી.એસ.પી. દેવભુમી દ્વારકા.

રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.